Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી સરકારને દેશદ્રોહના કાયદાની સમજ નથી : પી.ચિદમ્બરમ્‌

કનૈયા કુમારનો બચાવ કરતાં રાજદ્રોહનો કાયદો સમજાવ્યો…

ન્યુ દિલ્હી : પીઢ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે કહ્યું હતું કે દિલ્હીની સરકારને દેશદ્રોહના કાયદાની સમજ નથી. દેશદ્રોહ કે રાજદ્રોહ કોને કહેવાય એ આ સરકાર જાણતી નથી.

સામ્યવાદી નેતા કનૈયા કુમાર સામે દેશદ્રોહની ફરિયાદ નોંધવામાં આવી એના સંદર્ભમાં ચિદંબરમ બોલી રહ્યા હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જેએનયુના વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર સામે દેશદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી આપી એ વિશે ચિદંબરમ બોલી રહ્યા હતા.

આજે શનિવારે સવારે ચિદંબરમે એવી ટ્‌વીટ કરી હતી કે કેન્દ્ર સરકારની જેમ કેજરીવાલ સરકારને પણ દેશદ્રોહના કાયદાની સમજ નથી. ઇન્ડિયન પીનલ કોડ (ભારતીય ફોજદારી ધારા)ની ૧૪૨ એ અને ૧૨૦ બી કલમ હેઠળ કનૈયા કુમાર સામે રાજદ્રોહનો કેસ કરવાના પગલાનો હું જોરદાર વિરોધ કરૂ છું.

શુક્રવારે કનૈયા કુમારે પોતે એવી ટ્‌વીટ કરી હતી કે મારી સામે રાજદ્રોહનો કેસ કરવાની પરવાનગી આપવા બદલ દિલ્હી સરકારનો આભાર. હવે ટીવી પર આવતી આપ કી અદાલતની જેમ કે સ્પીડી કોર્ટની જેમ કેસ ચલાવવાને બદલે વિધિસર ન્યાય મંદિરમાં મારી સામે કેસ દાખલ કરવાની હું વિનંતી કરું છું. સત્યમેવ જયતે…

અન્ય એક ટ્‌વીટમાં કનૈયા કુમારે કહ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તો લોકોને ખબર તો પડે કે પોલિટિશ્યનો અને સરકાર પોતાના ટૂંકા ગાળાના લાભ માટે દેશદ્રોહના કાયદાનો કેવો દુરૂપયોગ કરે છે.

Related posts

વડાપ્રધાન અને અન્ય મહાનુભવો માટે બનેલા વિશેષ વિમાનો સપ્ટેમ્બરમાં મળશે…

Charotar Sandesh

ગયામાં એન્કાઉન્ટરઃ પોલીસે ૧૦ લાખના ઇનામી કમાન્ડર સહિત ત્રણ નક્સલીઓને ઠાર કર્યા…

Charotar Sandesh

જમ્મુ કાશ્મીરની શાંતિમાં ખલેલ પહોંચાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે : અમિત શાહ

Charotar Sandesh