યુએન : દુનિયાભરની ૨ કરોડ ૯૦ લાખ મહિલાઓ આજે પણ આધુનિક ગુલામીની શિકાર છે. સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમાજમાં આ ગુલામી બળજબરી પૂર્વકની મજૂરી, બળજબરી પૂર્વકના લગ્ન, લોન આપીને બંધક બનાવવું, ઘરેલુ ગુલામી જેવા જુદા જુદા રૂપમાં અસ્તિત્વમાં છે.
આધુનિક ગુલામિહી પીડિત મહિલાઓની સંખ્યા ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી કરતા પણ વધુ છે. મીડિયા રિપોટ્ર્સ મુજબ, વૉક ફ્રી એન્ટી સ્લેવરી ઓર્ગેનાઇઝેશનના સહસ્થાપક ગ્રેસ ફોરેસ્ટએ કહ્યું હતું કે દર ૧૩૦ મહિલાઓ અને છોકરીઓ માંથી એક આજે આધુની ગુલામીમાં જીવી રહી છે. તેમને એ પણ જણાવ્યું કે વાસ્તવિકતા એ છે કે માનવ ઇતિહાસમાં કોઈ અન્ય સમયની સરખામણીમાં આજે ગુલામીમાં જીવતા લોકોની સંખ્યા વધુ છે. જયારે આજના વિકસિત સમાજને મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત માને છે.
તેમને જણાવ્યું કે જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિનું આર્થિક અથવા પોતાના લાભ માટે શોષણ કરે છે અને કોઈની સ્વતંત્રતા તબક્કાવાર ખતમ કરે છે. તે વૉક ફ્રી એન્ટી સ્લેવરી ઓર્ગેનાઇઝેશનને આધુનિક ગુલામીની પરિભાષા માને છે. આધુનિક ગુલામીમાં જીવતા ૧૩૦ મહિલાઓ અને છોકરીઓમાંથી એકનો વૈશ્વિક અંદાજ સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને સ્થળાંતર માટે આંતરરાષ્ટ્રીય સંગઠનના કાર્યને આધારે બનાવવામાં આવ્યો છે.
આ અહેવાલના સ્ટૅક્ડ ઓડસ કેટેગરીમાં લખવામાં આવ્યું છે કે જાતીય અત્યાચારનો ભોગ બનેલા ૯૯ ટકા મહિલાઓ છે. મહિલાઓ મજબૂરીના લગ્નના તમામ પીડિતોમાં ૮૪% અને બળજબરીની મજૂરીનાની ૫૮% પીડિત મહિલાઓ છે. અહેવાલમાં જણાવાયું છે કે આધુનિક ગુલામીનો ચહેરો સમય જતાં ધરમૂળથી બદલાઈ ગયો છે.