Charotar Sandesh
ઈન્ડિયા

દુનિયામાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ પર WHOએ લગાવી રોક…

જે દવાને કોરોના સામે ’સંજીવની’ ગણાવામાં આવી હતી…

નવી દિલ્હી : અત્યાર સુધી કોરોના વાયરસથી સંરક્ષણ મેળવવામાં જે દવાને જીવનરક્ષક, સંજીવની ગણવામાં આવી રહી હતી તેની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ જાહેરાત કરી છે કે હવે કોરોના વાયરસથી બચવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ થશે નહીં. દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે મલેરિયાની આ દવાના ટ્રાયલ થઈ રહ્યાં હતાં. અત્રે જણાવવાનું કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન એ જ દવા છે જેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોના વાયરસથી બચવા માટે સૌથી કારગર દવા ગણાવી હતી. હું એ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન મલેરિયાથી બચવા માટે સૌથી કારગર દવા છે પરંતુ આ દવા કોરોના વાયરસથી બચવા માટે કારગર નથી. સુરક્ષા કારણોસર દુનિયાના વિભિન્ન દેશોમાં ચાલી રહેલી હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલને તત્કાળ પ્રભાવથી બંધ કરવાના નિર્દેશ અપાયા છે.

હાલમાં જ બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પત્રિકા લેન્સેટમાં વૈજ્ઞાનિકોનો એક અભ્યાસ છપાયો છે. જેમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી બચવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના પ્રભાવની ચકાસણી કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાથી જેમની સારવાર હાથ ધરાઈ તેમાંથી મોટાભાગના લોકોના મૃત્યુ થયા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાઈડ્રોક્સીક્લોરોક્વીનને સૌથી વધુ જીવનરક્ષક દવા તરીકે ગણાવતા આવ્યાં છે. તેમણે અનેકવાર અમેરિકી ડોક્ટરોને કોરોના વાયરસની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગની સલાહ આપી હતી. એટલું જ નહીં તેમણે આ દવાને લઈને ભારત પર ખુબ દબાણ પણ કર્યું હતું.

Related posts

ઝારખંડ લીચીંગના બનાવો અંગે યુ.એસ. કમિશન દ્વારા પ્રશ્નો ઉભા થયા

Charotar Sandesh

ચિંતાજનક : ઑગસ્ટ માસમાં જ દેશમાં ૨૦ લાખ કોરોનાના કેસ નોંધાયા…

Charotar Sandesh

દેશ-વિદેશમાં જોવા મળ્યો સૂર્યગ્રહણનો અદ્ભૂત નજારો… ર૯૬ વર્ષ બાદ સજાર્યા દુર્લભ સંયોગ…

Charotar Sandesh