Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોનાના કુલ કેસ ૯૧ લાખને પારઃ કુલ મૃત્યુઆંક ૧,૩૩,૭૩૮એ પહોંચ્યો…

૨૪ કલાકમાં વધુ ૪૪૦૫૯ પોઝિટિવ કેસ નોંધાયા…

ન્યુ દિલ્હી : દેશમાં સતત ૧૬માં દિવસે કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસની સંખ્યા ૫૦ હજારથી ઓછી નોઁધાઈ છે, જેના બાદ કુલ સંક્રમિતોની સંખ્યા ૯૧ લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં છેલ્લા કલાકમાં ૪૪,૦૫૯ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૫૧૧ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.
જો કે, સારા સમાચાર એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૪૧,૦૨૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના કેસ મામલે ભારત અમેરિકા બાદ બીજા નંબરે છે. જ્યારે મૃત્યુઆંક મામલે દુનિયામાં ચોથા નંબરે છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ ૯૧ લાખ ૪૦ હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ ૩૩ હજાર ૭૭૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર લાખ ૪૩ હજાર છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૫૨૪ વધી છે. અત્યાર સુધી કુલ ૮૫ લાખ ૬૨ હજાર લોકો કોરોના બિમારીમાંથી સ્વસ્થ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૧,૦૨૪ દર્દીઓ સાજા થયા હતા.
આઇસીએમઆર અનુસાર, ૨૨ નવેમ્બર સુધી કોરોના વાયરસના માટે કુલ ૧૩ કરોડ ૨૫ લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૮.૪૯ લાખ સેમ્પલ રવિવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિ રેટ સાત ટકા છે. દેશમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં રિકવરી રેટ ૯૩.૭૦ ટકા છે. જ્યારે મૃત્યુદર ૧.૪૬ ટકા છે.
રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસ જોતા ટેસ્ટિંગની રણનીતિ બદલવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહના જણાવ્યા મુજબ દિલ્હીમાં પહેલીવાર આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા એન્ટીજન ટેસ્ટ કરતા વધુ થઈ છે. દિલ્હીમાં ડોર ટુ ડોર સર્વે પણ શરૂ કરાયા છે. જો કે આઇસીયુ બેડને લઈને મુશ્કેલી યથાવત છે. એલએનજેપીઁ હોસ્પિટલના ૪૩૦ આઇસીયુ બેડ ફૂલ થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના જણાવ્યા મુજબ દિલ્હીમાં ૪૦૦ નવા આઇસીયુ બેડનો ઈન્તેજામ કરાયો છે. જ્યારે ૨૦૦૦ રૂપિયાના દંડના નિયમની પણ અસર જોવા મળી રહી છે. માસ્ક વગર બહાર નીકળતા લોકોમાં ઘટાડો થઈ રહ્યો છે.

Related posts

પ.બંગાળમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યાથી ચકચાર : ભાજપે સીબીઆઇ તપાસની માંગ કરી…

Charotar Sandesh

ચાર સપ્તાહમાં ફાયર એનઓસી મેળવવા કોવીડ હોસ્પિટલોને સુપ્રીમ કોર્ટનો આદેશ…

Charotar Sandesh

કોરોનાના લીધે JEE મેઇનની પરીક્ષા મોકૂફ, ૧૫ દિવસ પહેલાં થશે નવી તારીખોની જાહેરાત…

Charotar Sandesh