Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોનાનો ખતરો ટળ્યો નથી, વધુ સતર્કતાની જરૂર : મોદીની ચેતવણી

વડાપ્રધાને ૬૭મી વાર મન-કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધ્યા…
– સ્વતંત્રતા પર્વ પર દેશના લોકો કોરોનાથી આઝાદીનો સંકલ્પ કરે
– પાકિસ્તાને ભારત સાથે દગો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જીત ભારતના સૈનિકોના જુસ્સાની થઈ
– માસ્ક પહેરવું, બે ગજનું અંતર, કોઈ જગ્યાએ થૂંકવું નહીં આજ આપણા હથિયાર છે, જે કોરોનાથી આપણને બચાવશે,
માસ્ક પહેરવામાં તકલીફ પડે તો કોરોના વોરિયર્સને યાદ કરો, તે કલાકો સુધી કીટ પહેરી રાખે છે : મોદી

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના દર મહિનાના કાર્યક્રમ મન કી બાતના ૬૭માં સંબોધનમાં દેશવાસીઓ સાથે કોરોના વાયરસના વધી રહેલા ખતરા વિશે સાવચેત રહેવાની સાથે સાથે તાકીદ પણ કરી હતી કે કોરોનાનો ખતરો ભારતમાં હજુ ટળ્યો નથી. અનેક સ્થળો પર તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેઓએ કહ્યું કે, આપણે કોરોના સંક્રમણને લઈ તમામ તકેદારી રાખવી પડશે. તેમણે માસ્ક નહીં પહેરતા કે પહેરવાનું ટાળતાં લોકો માટે એમ કહ્યું કે માસ્ક પહેરવામાં મુશ્કેલી પડતી હોય તો પીપીઇ કીટ પહેરીને સેવા કરનારા કોરોના વોરિયર્સને યાદ કરવા જોઇએ કે જેઓ કીટ પહેરીને કઇ રીતે ખડે પગે સેવાનું -માનવતાનું કામ કરી રહ્યાં છે. પીએમ મોદીએ આ દરમિયાન દેશવાસીઓની સરાહના કરતા એમ પણ કહ્યું કે જાગૃત લોકોના, પ્રયાસથી દેશમાં કોરોનાનો રિકવરી રેટ અન્ય દેશોથી સારો રહ્યો છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર પણ ઘણો ઓછો છે.
તેમણે દર મહિનાના છેલ્લાં રવિવારે દેશવાસીઓ સમક્ષ રજૂ થતાં મન કી બાત કાર્યક્રમને આગળ ધપાવતાં આજે ૬૭મી વખત રેડિયોના માધ્યમથી સંબોધન કર્યું ત્યારે આજે ઉજવાઇ રહેલા કારગીલ વિજય દિવસને યાદ કરીને શહિદ જવાનોને ભાવભીની શ્રધ્ધાજંલિ પણ આપી હતી.
તેમણે કારગિલ યુદ્ધના ૨૧ વર્ષ પુરા થવા અંગે આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, આજે કારગિલ વિજય દિવસ છે. પાકિસ્તાને ભારત સાથે દગો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જીત ભારતના સૈનિકોના જુસ્સાની થઈ હતી. વડાપ્રધાને કહ્યું કે,એ દિવસ સૌથી અનમોલ ક્ષણોમાંથી એક છે. સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાના વીરોને નમન કરી રહ્યા છે. હું તમામ દેશવાસીઓ તરફથી એ વીર માતાઓને નમન કરું છું, જેમણે આવા વીરનો જન્મ આપ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, કારગિલ યુદ્ધ વખતે વાજપેયીજીએ લાલ કિલ્લાથી ગાંધીજીના મંત્રને યાદ કર્યો હતો. જો કોઈને દુવિધા હોય કે તમારે શું કરવાનું છે તો તેને ભારત અસહાય ગરીબ વ્યક્તિ વિશે વિચારવું જોઈએ. કારગિલે આપણને બીજો મંત્ર આપ્યો છે. આપણે વિચારવાનું છેને કે આપમા આ પગલા એ સૈનિકને અનુકુળ છે, જેને પહાડો પર પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આપણે જે વિચારીએ અને કરીએ છીએ, તેનાથી સૈનિકોના મન પર ઊંડી અસર થાય છે. આપણે જે કરીએ છીએ તેનાથી સૈનિકોનું મનોબળ વધવું જોઈએ.ક્યારેક ક્યારેક આપણે સોશિયલ મીડિયા પર એવી વસ્તુઓ ફોરવર્ડ કરીએ છીએ, જેનાથી દેશનું મનોબળ ભાંગી પડે છે. આજકાલ યુદ્ધ માત્ર મેદાનમાં જ નથી લડાતું.
વડાપ્રધાને એમ પણ કહ્યું કે, દેશમાં રિકવરી રે’ટ અન્ય દેશો કરતાં સારો છે અને કોરોનાનો મૃત્યુદર પણ અન્ય દેશ કરતાં સારો રહ્યો છે. દેશે એકસાથે મળીને લડત આપી છે. પણ તેનો ખતરો ટળ્યો નથી. અનેક જગ્યાઓએ તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હજુ પણ ઘાતક છે. સાવધાની રાખવી. દો ગજ કી દૂરી, સતત હાથ ધોવા, થૂંકવું નહીં, સાફ સફાઈ રાખવી, માસ્ક પરહેવું વગેરે કોરોનાથી બચાવે છે. માસ્ક ઉતારવાનું મન થાય તો આવું ન કરો. કોરોના વોરિયર્સ અને આપણી વચ્ચે ન રહેલા લોકોને યાદ કરો. તેઓ કઈ રીતે જીવે છે.તે તમારી સાવધાની માટે છે. અસુવિધા ન રાખો અને ન કોઈને રાખવા દો. અભ્યાસ, નોકરી વગેરેમાં ગતિ લાવો અને તેને પણ નવી ઉંચાઈએ લઈ જાઓ. દેશમાં નવી ગતિ અને દિશા આવી છે. આપ સૌને માસ્ક પહેરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો હોય તો આપણે તે ડૉક્ટર, તે નર્સોને યાદ કરવા જોઈએ જે માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા સૌના જીવનને બચાવવામાં પ્રયત્નશીલ રહે છે.
થોડા દિવસો પછી રક્ષાબંધન આવી રહી છે. ઘણી સંસ્થાઓ આ વખત અલગ રીતે ઉજવણી કરવાના અભિયાન ચલાવી રહી છે. લોકલથી વોકલની વાત પણ કરવામાં આવી રહી છે. આવું કરવું જ યોગ્ય રહેશે. નેશનલ હેન્ડીક્રાફ્ટ દિવસ પણ આવી રહ્યો છે. આપણે આનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ અને દુનિયાને પણ જણાવીએ. આનાથી આપણા લોકલ કારીગરોને લાભ થશે.

Related posts

પિતાની હિંમતને સલામ! ૧૦૬ કિમી સાયકલ ચલાવીને દીકરાને પરીક્ષા કેન્દ્ર પહોંચાડ્યો…

Charotar Sandesh

‘ભારતમાં નોકરી નહીં, ઓછી સેલેરીની છે સમસ્યા’ ઈન્ફોસીસના પૂર્વ સીઈઓનો દાવો…

Charotar Sandesh

હવાથી પણ ફેલાઈ શકે કોરોના, બંધ જગ્યાઓ પર પણ માસ્ક પહેરવા CSIRની અપીલ…

Charotar Sandesh