Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં વેન્ટિલેટરની માંગ ઘટ્યા બાદ હવે સરકારે એક્સપોર્ટ માટે મંજૂરી આપી…

ન્યુ દિલ્હી : એસોસિએશન ઓફ ઈન્ડિયન મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીની માંગણીને આખરે સરકારે માની લઈને વેન્ટિલેટરની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
એસોસિએશને ઓગસ્ટ મહિનાથી વેન્ટિલેટર એક્સપોર્ટ માટે છુટ અપાય તેવી માંગણી આરોગ્ય મંત્રાયલને પત્ર લખીને કરી હતી.એ પછી સરકારે આ માંગણી માન્ય રાખી છે.આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધનના કહેવા પ્રમાણે હાલમાં દેશમાં કોરોનાથી થતા મોતનો દર ૨.૧૫ ટકા છે અને તેને ઓછો કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.આ સંજોગોમાં વેન્ટિલેટરની જરુર ઓછી પડી રહી છે.૩૧ જુલાઈના આંકડા પ્રમાણે માત્ર ૦.૨૨ ટકા કોરોના દર્દીઓ વેન્ટિલેટર પર હતા.એટલે સરકારે તેની નિકાસને મંજૂરી આપી છે.
હાલમાં દેશમાં વેન્ટિલેટરનુ પ્રોડક્શન પૂરજોશમાં ચાલુ રછે અને દેશમાં ડિમાન્ડ ઘટી રહી છે.કેન્દ્ર અને રાજ્યો તરફથી એટલા ઓર્ડર અપાઈ રહ્યા નથી.આમ મેન્યુફરર્સ પાસે તેનો સ્ટોક પણ પડી રહ્યો છે.જોકે આ માટે ઉત્પાદકોએ વિદેશમાં નવુ માર્કેટ પણ શોધવુ પડશે.હાલમાં વેન્ટિલેટર બનાવનારી કંપનીઓની સંખ્યા ૨૦ કરતા પણ વધારે છે. સરકારના આ નિર્ણયથી ઉત્પાદકોને રાહત મળશે. કારણકે દેશમાં બે મહિનાથી વેન્ટિલેટરની ખરીદી બંધ છે.

Related posts

ભારત મંદીના ખપ્પરમાં, તેવા સમયે શ્રીલંકાને ૨૮૦૦ કરોડની જંગી સહાય…!

Charotar Sandesh

રણવીર સિંઘની ‘૮૩’માં દીપિકા પણ ચમકશે

Charotar Sandesh

કો-વિન એપ પણ લોન્ચ કરશે : વડાપ્રધાન મોદી ૧૬ જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરુ કરશે…

Charotar Sandesh