Charotar Sandesh
ઈન્ડિયા

નવી પ્રાઇવસી પોલિસી અંગે વોટ્‌સએપ-ફેસબુકને સુપ્રીમ કોર્ટની નોટિસ…

લોકોની ગુપ્તતાનું રક્ષણ કરવું એ કોર્ટની ફરજ છે : સુપ્રિમ કોર્ટ

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે વ્હોટ્‌સઅપને કહ્યું હતું કે તમારી નવી પ્રાઇવસી પોલિસીને પછી ભારતીય લોકોમાં પ્રાઇવસીને લઈને ઘણી મૂંઝવણો છે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ કહ્યું હતું કે તમે ભલે અબજો ડોલરની કંપની હશો, પણ લોકોની પ્રાઇવસીનું મૂલ્ય પૈસા કરતાં વધુ છે. ચીફ જસ્ટિસે આ પ્રાઈવસી પોલિસીને પડકારતી અરજીઓ પર વ્હોટ્‌સઅપ, ફેસબુક અને કેન્દ્ર પાસે જવાબ માગ્યો છે.
કોર્ટે વરિષ્ઠ વકીલ શ્યામ દીવાનની એ દલીલનું સમર્થન કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં ડેટા પ્રોટેક્શનને લઈને કોઈ કાયદો નથી. ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ન અને જસ્ટિસ વી. રામાસુબ્રહ્મણ્યમની બેન્ચે કહ્યું હતું કે મિસ્ટર દીવાનની દલીલથી અમે પ્રભાવિત છે. આવો કાયદો લાવવો જોઈએ. વ્હોટ્‌સઅપ એની નવી પ્રાઈવસી પોલિસી અંતર્ગત ભારતીયોનો ડેટા શેર કરશે. આ ડેટા શેરિંગને લઈને ભારતીયોમાં મૂંઝવણ છે.
સુપ્રીમ કોર્ટે યુરોપની સરખામણીમાં ભારતમાં પ્રાઈવસી સ્ટાન્ડર્ડ નબળા પડવા પર વ્હોટ્‌સઅપ પાસે જવાબ માગ્યો છે. વ્હોટ્‌સઅપે આ અંગે કહ્યું છે કે યુરોપમાં પ્રાઈવસીને લઈને ખાસ કાયદો છે. જો ભારતમાં પણ આ પ્રકારનો કાયદો છે તો અમે એનું પણ પાલન કરીશું.
વોટ્‌સએપ યુઝર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરે છે, કંપની તેનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ કરી શકે છે. કંપની આ ડેટાને શેર પણ કરી શકે છે. આ પોલીસી ૮ ફેબ્રુઆરી ૨૦૨૧થી લાગુ થવાની હતી. જોકે વિવાદ વધ્યા પછી ડેડલાઈનને વધારીને ૧૫ મે કરવામાં આવી છે. પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે જો યુઝર આ પોલીસીને એગ્રી કરતો નથી તો તે તેના એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે નહિ. જોકે પછીથી કંપનીએ તેને ઓપ્શનલ ગણાવી હતી.

શું છે વૉટ્‌સએપની નવી પૉલિસી
વૉટ્‌સએપની નવી પૉલિસી હેઠળ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનુ ઈન્ટીગ્રેશન વધુ છે. એવામાં હવે યુઝર્સનો ડેટા ફેસબુક પાસે વધુ હશે. જો કે પહેલા પણ વૉટ્‌સએપનો ડેટા ફેસબુક પાસે જતો હતો. વળી, નવી પૉલિસીમાં મેસેજિંગ એપે કહ્યુ કે યુઝર વૉટ્‌સએપે કહ્યુ કે યુઝર વૉટ્‌સએપ પર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ટ કે રિસીવ કરે છે તેનો યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે દુનિયાભરમાં નૉન-એક્સક્લુઝીવ, રૉયલ્ટી ફ્રી, સબ્લિસેંસેબલ અને ટ્રાન્સફરેબલ લાયસન્ય આપે છે. આ ઉપરાંત કોઈ પણ યુઝર આ મેસેજિંગ એપનો ઉપયોગ માત્ર સીમિત ઉદ્દેશ માટે જ કરશે.

Related posts

Mann ki baat : વડાપ્રધાને કહ્યું – મેં અને મારી માતાએ બંને ડોઝ લઈ લીધા, તમે પણ વેક્સિન લો…

Charotar Sandesh

અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર…

Charotar Sandesh

દેશમાં ઓમિક્રોનના શકમંદ એવા ૧૪૦ વિદેશી પ્રવાસીઓ કોરેન્ટાઈન થવાને બદલે ગુમ થયા, સ્થાનિક તંત્રએ શોધખોળ શરૂ કરી

Charotar Sandesh