Charotar Sandesh
બોલિવૂડ

નેહા કક્કરે બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી ચોંકાવી દીધા…

મુંબઈ : બોલિવૂડની જાણીતી ગાયિકા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે થોડા દિવસ પહેલા લગ્ન કર્યા હતા અને હંમેશા માટે એકબીજાના થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર નેહા હંમેશા છવાયેલી રહે છે. જો કે નેહા કક્કરની નવીનતમ તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.
નેહા કક્કરે પતિ રોહનપ્રીત સાથે પોતાની એક તસવીર શેર કરી છે, જેને જોઇને પ્રશંસકોએ સીધુ જ પુછવાનુ શરૂ કર્યુ છે કે શું ખરેખર આ કપલને ત્યા નાનકડો મહેમાન આવવાનો છે? નેહા કક્કરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે,
જેમાં તે અને રોહનપ્રીત સિંહ સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટાને શેર કરતાં નેહા કક્કરે લખ્યું, ઈંખ્યાલરખ્ખાકર આ હેશટેગને લઇને હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ ધુમ મચાવી છે. રોહનપ્રીતસિંહે નેહા કક્કરની આ તસવીર પર કમેન્ટ કરી લખ્યુ છે કે હવે વધારે ધ્યાન રાખવું પડશે.
રોહનપ્રીત સિવાય નેહાના ચાહકોએ ઘણી કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક પ્રશંસકોએ છડેચોક પુછી પણ લીધુ કે ખરેખર નેહા પ્રેગ્નેન્ટ છે? આટલી જલ્દી શું હતી? કેટલાક કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. નેહા કક્કરની જેમજ રોહનપ્રીતે પણ ઇંસ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ય કરી છે. ત્યાં પણ પ્રશંસકો જાતજાતના સવાલો કરી રહ્યા છે.

Related posts

સિદ્ધાર્થની ‘મરજાવાં’એ ત્રણ દિવસમાં ૨૪.૪૨ કરોડની કમાણી કરી…

Charotar Sandesh

મને ફાર્મ લાઇફ ગમે છે માટે સ્ટારડમ પણ છોડી શકુ છું : પ્રિયંકા ચોપડા

Charotar Sandesh

મિથુન ચક્રવર્તી ’અનુપમા’ શોનાં સેટ પર પહોંચ્યા, તસવીરો થઇ વાયરલ…

Charotar Sandesh