Charotar Sandesh
ગુજરાત

પક્ષમાં ખોટા આક્ષેપ કરનાર નેતાઓ-કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે : અમિત ચાવડા

અમદાવાદ : મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક ઉમેદવારો રાજીનામું આપી રહ્યા છે. આ લોકો સામે અમિત ચાવડાએ જણાવ્યું છે કે, પાર્ટીમાં કેટલાક લોકો રાજીનામાનું નાટક કરી રહ્યા છે અને જે પણ ખોટા આક્ષેપો કરશ તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં રાજીનામાનો દોર પણ શરુ થઈ ગયો છે. ઘણા કોંગી નેતાઓને આજે અમિત ચાવડાએ આડેહાથ લીધા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસમાં બેફામ આક્ષેપ કરનાર નેતાઓ અને કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવશે. જે લોકોએ મર્યાદા વટાવી છે તેવા લોકો સામે શિસ્તભંગનાં પગલા લેવાશે. જગદીશભાઈ અને સોનલબેન સહિતના લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હજી પણ ઘણા એવા લોકો કોંગ્રેસમાં છે જે પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. જો આવુ કોઈ પણ કરશે તો તેની સામે પગલા ભરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તે લોકોની પસંદગી સ્થાનિક સ્તરે કરવામાં આવી છે અને દરેકને તક આપવામાં આવી છે. નવયુવાનોને તક મળે ત્યારે જુનાને તકલીફ થઈ શકે છે. કોઈને બદનામ કરવાના આક્ષેપ પણ થયાં છે. પરંતું અમે પ્રજા વચ્ચે જઈશું અને પ્રજા અમને જીતાડશે. જેમની નારાજગી હશે તેને દૂર કરવામાં આવશે.
દીપક બાબરીયાના અક્ષેપો અંગે અમિત ચાવડાએ કહ્યું કે, મોટા સમુહમા માંગણીદાર હોય ત્યારે કોઈક નારાજગી થાય તે સ્વાભાવિક છે. દીપકભાઈ અમારાં સિનિયર નેતા છે. જે યોગ્ય લોકો હતા તે તમામને તક આપવામાં આવી છે. સુરતમાં એક વોર્ડમાં ગેરસમજ ઊભી થઈ હતી, જેથી ફોર્મ ન ભરાયું. માત્ર કૉંગ્રેસ જ નહિ, ભાજપમાં પણ નારાજગી છે. તો ઈમરાન ખેડાવાલાના રાજીનામા અંગે તેમણે કહ્યું કે, ઇમરાનભાઈએ એમની નારાજગી અમને વ્યકત કરી હતી. જ્યાં ક્ષતિ હતી તેને સુધારવાની બાંહેધરી આપી છે. તેમણે પાર્ટી સાથે જ જોડાઈને રહેવા કહ્યુ હતું. અમે ઇમરાન ખેડાવાલાનું રાજીનામું સ્વીકાર્યું નથી. આગામી દિવસોમાં કૉંગ્રેસ ૧૧ તારીખથી ચૂંટણી પ્રચારમાં ઉતરશે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે. ટેક્નિકલ કારણોના આધારે જે ફોર્મ રદ્દ થયાં છે તેમાં કાયદાકીય રસ્તો શોધી રહ્યાં છીએ.

Related posts

ગુજરાતમાં નેતાઓ ઉજવણીના જ મૂડમાં હોય છે, પક્ષ પ્રમુખો પાલન કરાવે : સુપ્રીમ કોર્ટનો નિર્દેશ…

Charotar Sandesh

ભાવનગરના વૃદ્ધ દંપતિએ સૈનિકોની સુરક્ષા માટે ૧ કરોડનું દાન કર્યું…

Charotar Sandesh

રાજ્યમાં હવે જન્માષ્ટમી બાદ આટલા દિવસ સુધી રહેશે વરસાદનું જોર : અંબાલાલ પટેલે કરી આગાહી

Charotar Sandesh