Charotar Sandesh
ગુજરાત

પતંગ-દોરીના કારણે ઘાયલ થયેલા ૨૯૦૦ કરતા વધુ કેસ ૧૦૮ની ટીમને મળ્યા…

ગાંધીનગર : ઉત્તરાયણની મજા ઘણાં લોકો માટે સજા બનતી હોય છે. આવામાં ઉત્તરાયણ દરમિયાન ટુવ્હિલર કે અન્ય રીતે અવર-જવર કરનારા લોકો માટે પતંગની દોરી ઘાતક સાબિત થતી હોય છે. આ વર્ષે પણ ઘણાં લોકો માટે ઉત્તરાયણ ઘાતક સાબિત થઈ છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ-દોરીના કારણે ઘાયલ થયેલા ૨૯૦૦ કરતા વધુ કેસ ૧૦૮ની ટીમને મળ્યા હતા. જોકે, પાછલા વર્ષોની સરખામણીમાં આ આંકડો ઘટ્યો છે પરંતુ માજાના કારણે ગળા કપાવાની કિસ્સા યથાવત રહ્યા છે. જેમાં ઘણાં રાહદારીઓને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વિસ્તૃતમાં આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં કુલ ૭૭ મેડિકલ ઈમર્જન્સીના કોલ આવ્યા છે. જેમાંથી ૨૨ લોકો ઘાબા પરથી પડ્યા હોવાના અને ૨૮ લોકોને દોરી વાગવાના કારણે ઘાયલ થવાની ઘટના બની છે.
આ રીતે વડોદરામાં ૨૦ અને રાજકોટમાં ૧૬ જ્યારે સુરતમાં કુલ ૧૪ જેટલા મેડિકલ ઈમર્જન્સી માટે કોલ આવ્યા છે, જેમાં દોરીના કારણે ઘાયલ થવાના અને અકસ્માતે પડી જવાના કિસ્સા નોંધાયા છે. રાજ્યની ૧૦૮ની ઈમર્જન્સી મેડિકલ સેવા માટે સવારથી રાત સુધીમાં ૨૦૪૦ કોલ આવ્યા છે, પરંતુ આ આંકડો પાછલા વર્ષની સરખામણીએ ઓછો છે. પાછલા વર્ષે નોંધાયેલા કેસ કરતા આ વર્ષે ૫૦૦ કરતા વધારે કેસ ઘટ્યા છે. ૨૦૨૦ની ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થવાના અને અકસ્માતે પડી જવાની ઘટનાના ૩૪૭૮ કોલ આવ્યા હતા. રિપોટ્‌ર્સ મુજબ કુલ કેસમાં ૨૧૦ જેટલા કેસ એવા હતા કે તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવા પડ્યા હતા. ઈમર્જન્સી મેડિકલ સેવા માટે ૧૦૮ને દિવસ દરમિયાન મળેલા ૨૯૦૦ કરતા વધુ કોલ્સ પર નજર કરીએ તો બપોરે ૧૨ વાગ્યુ સુધીમાં કુલ ૧૦૫૭, ૧ વાગ્યા સુધીમાં ૧૨૦૫, ૩ વાગ્યા સુધીમાં ૧૬૫૦, ૬ વાગ્યા સુધીમાં ૨૩૦૫, ૮ વાગ્યા સુધીમાં ૨૭૭૪ અને રાત્રે ૯ સુધીમાં આંકડો ૨૯૬૦ પર પહોંચી ગયો હતો.
આ વર્ષે કોરોના વાયરસની અસર ધાબાઓ પર પણ જોવા મળી છે. બીજી તરફ કેટલાક કડક નિયમો અને મંદીની અસર પણ આકાશમાં જોવા મળી. ગયા વર્ષની સરખામણીએ કેસમાં ઘટાડો થયો છે તો બીજી તરફ ધાબા પર ઉત્તરાયણની મજા પણ પાછલા વર્ષોની સરખામણીએ ઠંડી રહી છે. આજે વાસી ઉત્તરાયણ છે અને આજે પણ રાજ્યમાં પતંગ રસિયાઓ ધાબા પર ચઢતા હોય છે, આવામાં આજે પણ પતંગ અને દોરીના કારણે ઘાયલ થનારા લોકો માટે ૧૦૮ની ટીમ સજ્જ છે.

Related posts

રૂપાણીજી તમે સંવેદનશિલ સીએમ છો, લોકડાઉન અંગે નિર્ણય લો – કેતન ઇનામદાર

Charotar Sandesh

સિવિલમાં કોરોનાનો કહેર : કોરોનાથી વધુ ૧૨નાં મોત થતા ચકચાર…

Charotar Sandesh

કોંગ્રેસ હવે નેતા, નીતિ વિહોણી ડુબતી નાવ છે : સીએમ રૂપાણી

Charotar Sandesh