Charotar Sandesh
ગુજરાત

પરાજયના ભૂકંપથી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના રાજીનામા…

સ્થાનિક ચૂંટણીઓમાં પરાજયની જવાબદારી સ્વીકારી : હવે મોવડી મંડળ પર નજર…

હારેલી કોંગ્રેસના નેતાઓ હતાશ, હાઈકમાન્ડે વિના વિલંબે રાજીનામું સ્વીકાર્યું…

અમદાવાદ : ગુજરાતમાં મહાપાલિકા બાદ પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પરાજયને પગલે મોખરાની બે વિકેટ ખડી પડી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે તેમના રાજીનામા પક્ષના મોવડી મંડળને સુપ્રત કરી દીધા છે અને સાંજે પ વાગ્યે સતાવાર જાહેરાત થશે. ચાવડાએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. રાજયમાં મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 6 મહાપાલિકા ગુમાવી હતી પંચાયતોમાં કોંગ્રેસને સારા દેખાવની આશા હતી પરંતુ ર01પના પરિણામોમાં કોંગ્રેસને જે બેઠકો મળી હતી તેની દસમા ભાગની બેઠક પણ હાલના પરિણામોમાં મળી રહી નથી. બંને નેતાઓએ જવાબદારી સ્વીકારી લીધી છે અને તેઓ રાજીનામા આપી રહ્યા છે. ચાવડા તથા ધાનાણીના ગઢ જેવા મત ક્ષેત્રોમાં પણ કોંગ્રેસનો પરાજય થયો છે અને આગામી દિવસોમાં કોંગ્રેસમાં નવા ગાબડા પડે તેવી પણ શકયતા નકારાતી નથી.

Related posts

અમદાવાદ એરપોર્ટમાં જ હવે આરટી-પીસીઆર ટેસ્ટની કરાઈ વ્યવસ્થા…

Charotar Sandesh

માસ પ્રમોશનની વાત પાયાવિહોણી, પરીક્ષા લેવાશે, અફવાઓ પર ધ્યાન ન આપો : શિક્ષણમંત્રી

Charotar Sandesh

સુરત : ટ્યુશન ક્લાસીસમાં પ્રચંડ આગથી ૨૧થી વધુના થયેલા મોત

Charotar Sandesh