Charotar Sandesh
ઈન્ડિયા

પહેલાની સરકારોની નીતિઓને કારણે નાનો ખેડૂત બર્બાદ થયો : મોદી

વડાપ્રધાને ૯ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૮ હજાર કરોડ ટ્રાન્સફર કર્યા…
વડાપ્રધાને ૬ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ કરતા વિપક્ષ પર વરસ્યાઃ કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી એમએસપી-મંડી મામલે અફવા ફેલાવે છે, કૃષિ ખરડાથી નુકસાન નથી થવાનું,કોઇની જમીન નહિ છીનવાય, દેશના ખેડૂતોને આટલા અધિકાર મળી રહ્યા છે તેમાં ખોટું શું છે?

ન્યુ દિલ્હી : નવા કૃષિ કાનુનના વિરોધમાં દિલ્હીની સીમાઓ પર એક મહિના જેટલા સમયગાળાથી ખેડુતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ વચ્ચે વડાપ્રધાન મોદીએ કિસાન સમ્માન નિધિ યોજનાનો આગળનો હપ્તો જાહેર કર્યો. દેશના ૯ કરોડથી વધારે ખેડુત લાભાર્થીઓના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા ટ્રાંસફર થયાં. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ ૬ રાજ્યોના ખેડુતો સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતચીત પણ કરી.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, ખેડુતોના જીવનમાં ખુશી, આપણાં સૌના જીવનમાં ખુશી વધારી દે છે. આજનો દિવસ તો ખુબ પાવન છે. ખેડુતોને આજે જે સમ્માન નિધિ મળી છે તે સાથે જ આજનો દિવસ અનેક અવસરોનો સંગમ બનીને આવ્યો છે. એક ખેડુત સાથે સંવાદ કરતા તેમણે કહ્યું કે, કેટલાંક લોકો એવો ભ્રમ ફેલાવે છે કે તમારો પાકનો કોઈ કોન્ટ્રેક્ટ કરશે તો જમીન પણ ચાલી જશે. આટલું ખોટું બોલી રહ્યાં છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, મને આજે એ વાતનો અફસોસ છે કે પશ્ચિમ બંગાળના ૭૦ લાખથી વધારે ખેડુતોને તેનો લાભ મળી શક્યો નથી. બંગાળના ૨૩ લાખથી વધારે ખેડુતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચુક્યાં છે પરંતુ રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રક્રિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.
કેટલાક લોકો ચર્ચામાં આવવા માટે ઇવેન્ટ કરી રહ્યા છે ને બંગાળની સ્થિતિ પર ચૂપ છે. તેઓ દિલ્હીમાં અર્થનીતિ રોકવામાં લાગેલા છે. જેઓએ દિલ્હીમાં ઘેરી દીધું છે. તેમને કેરળ નથી દેખાતું. કેરળમાં પણ છઁસ્ઝ્ર,માર્કેટ નથી, ત્યાં તેઓ આંદોલન નથી કરતા. તથ્ય વગર જ રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, સ્વાર્થની રાજનીતિ કરનારાઓને જનતા ખુબ બારિકાઈથી જોઈ રહી છે. જે દળ પશ્ચિમ બંગાળમાં ખેડુતોના અહિત પર કંઈ નથી બોલતા તે દળ અહીંના ખેડુતોના નામ પર દિલ્હીના નાગરિકોને હેરાન કરવામાં લાગ્યા છે. દેશની અર્થનીતિને બર્બાદ કરવામાં કેટલાંક લાગ્યા છે. જે લોકો ૩૦-૩૦ વર્ષ સુધી બંગાળમાં રાજનીતિ કરતા હતા, એક એવી રાજકિય વિચારધારાને લઈને તેમણે બંગાળને ક્યાંથી ક્યાં લાવીને મુકી દીધું તે આખો દેશ જાણે છે.
વધુમાં તેમણે કહ્યું કે, હું એ દળોને પુછવા માંગું છું કે અહીં ફોટા પડાવવાના કાર્યક્રમ કરો છું તો થોડું કેરળમાં આંદોલન કરીને ત્યાં તો છઁસ્ઝ્ર શરૂ કરાવો. પંજાબના ખેડુતોને ગુમરાહ કરવા માટે તમારી પાસે સમય છે, કેરળમાં આ વ્યવસ્થા શરૂ કરવા માટે તમારી પાસે સમય નથી. શા માટે તમે લોકો બેવડી નીતિ લઈને ચાલો છો.
પીએમ મોદીએ કહ્યું કે દેશના ખેડૂતોને આટલા અધિકાર મળી રહ્યા છે તેમાં ખોટું શું છે? જો ખેડૂતોને પોતાનો પાક વેચવાનો વિકલ્પ ઓનલાઈન માધ્યમથી આખું વર્ષ અને ગમે ત્યાં વેચવાનો મળી રહે તો તેમાં શું ખોટું છે? છેલ્લા કેટલાક મહિનામાં લગભગ ૨.૫ કરોડ નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડથી જોડવામાં આવ્યા છે. અમે માછલી પાલકો, પશુપાલકોને પણ હવે ક્રેડિટ કાર્ડ આપી રહ્યા છીએ.
ઁસ્ મોદીએ કહ્યું કે, ખેડુતોના નામ પર પોતાના ઝંડા લઈને રમત રમી રહ્યાં છે. હવે તેમને સત્ય સાંભળવું પડશે. આ લોકો સમાચાર પત્રો અને મીડિયામાં જગ્યા બનાવીને, રાજકિય મેદાનમાં પોતાને જીવતા રાખવાની જડી-બુટ્ટી શોધી રહ્યાં છે. આ એ લોકો જ છે જે વર્ષો સુધી સત્તામાં રહ્યાં. તેમની નીતિઓના કારણે દેશની ખેતી અને ખેડુતનો એટલો વિકાસ થઈ શક્યો નહી જેટલું તેમનામાં સામર્થ્ય છે. પહેલાની સરકારની નીતિઓના કારણે સૌથી વધારે બર્બાદ નાનો ખેડુત થયો.
ઉલ્લેખનિય છે કે, ઁસ્ કિસાન યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડુતોના ખાતામાં ૬ હજાર રૂપિયા મોકલવામાં આવે છે. ૨ હજાર રૂપિયાની રકમ ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ આજે વડાપ્રધાન મોદીએ ૯ કરોડ ખેડુતોના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યાં.

Related posts

મહારાષ્ટ્ર : ભાજપનો નવો ધડાકો : ૧૧૯ ધારાસભ્યો સાથે છે : ‘ત્રિપુટી’ની બાજી ઉંધી વળી જશે..?

Charotar Sandesh

જિલ્લા ટ્રાફિક પીએસઆઇએ ખાખીનો રોફ મારતા મામલો બિચક્યો અને સ્થળ છોડી ભાગવું પડ્યું !!!

Charotar Sandesh

કલમ ૩૭૦ દૂર થઈ શકે તો રામ મંદિર પણ સરળતાથી બની શકે : તોગડિયા

Charotar Sandesh