Charotar Sandesh
ઈન્ડિયા

પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી રોકવા ભારતે એલએસી પર ૩૦૦૦ સૈનિકો તૈનાત કર્યા…

ન્યુ દિલ્હી : પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં આતંકીઓને ભારતમાં ઘૂસાડવાની શંકાને જોતા ભારતીય સેનાએ ર્ન્ંઝ્ર પર વધારાના ૩૦૦૦ સૈનિકોને તહેનાત કરી દીધા છે. જવાનો જમ્મુ-કાશ્મીર સરહદે દરેક પોઇન્ટ ચાંપતી નજર રાખી રહ્યા છે.
સેનાના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સેના દ્વારા આતંકીઓની ઘૂસણખોરી કરાવવાના પ્રયાસો થતા રહે છે. ખાસ કરીને ઓક્ટોબર નવેમ્બરમાં હિમવર્ષા પહેલાં ર્ન્ંઝ્ર પર આ કૃત્ય વધુ કરવામાં આવે છે. તેથી સેનાએ વધારાના જવાનોને ગોઠવવાનો નિર્ણય લીધો હતો. જેના સારા પરિણામો મળી રહ્યા છે.
LOC  પર તહેનાત ભારતીય જવાનો હાલ તમામ પ્રકારની ઘૂસણખોરીને રોકવામાં સફળ રહ્યા છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારે હિમવર્ષાને લીધે ઘૂસણખોરીના રસ્તા બંધ થઇ જતાં હોવાથી ઓતંકીઓ તે પહેલાં ઘૂસણખોરીના પ્રયાસો કરે છે.
સૂત્રોએ જણાવ્યું કે આ વર્ષે આતંકીઓને ભારતમાં ઘૂસાડવામાં પાકિસ્તાનને બહુ સફળતા મળી નથી. ભારતીય સેના એલઓસી પર સંપૂર્ણપણે સક્રીય છે. જવાનોએ હાલમાં જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી દીધુ હતું.
ભારતીય સેનાના ડરને કારણે પાકિસ્તાને પણ તેનાકબજા હેઠળના કાશ્મીર LOCમાં વધારાના રેન્જર્સને ગોઠવી રાખ્યા છે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે આવું તેણે ચીનના દબાણથી કર્યું છે. તેમ છતાં ભારતીય સેના કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
પાકિસ્તાના દ્વારા સરહદે સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેથી જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા માટે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે ત્યાંની મુલાકાત પણ લીધી હતી.

Related posts

વડાપ્રધાન મોદીની વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા : ટીએમસી સામેલ નહિ થાય…

Charotar Sandesh

કાળઝાળ ગરમી માનવ જ નહીં પણ મૂંગા ગણાતા પશુ-પ્રાણીઓ પણ સહન કરી શકતા નથી.

Charotar Sandesh

૨૦૨૫ સુધી ૫૦૦૦ અબજ ડોલરની ઇકોનોમીના લક્ષ્યને પાર કરીશુ : પિયૂષ ગોયલનો દાવો…

Charotar Sandesh