જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તો તેને કિસ કરવી એ સૌથી સારી ફીલિંગ હોય છે. જોકે પ્રેમની આ સુંદર પળ ખુબ જ સુંદર દેખાય છે પરંતુ એવું હોતું નથી. ઘણી શોધોમાં એવો ખુલાસો થયો છે કે પહેલી કિસ કોઈ પણ સંબંધને જોડી શકે છે અને તોડી પણ શકે છે. ફક્ત એટલું જ નહીં ૯૦ ટકાથી વધારે લોકો પોતાની પહેલી કિસ યાદ રાખે છે. હકીકતમાં કોઈ પણ સંબંધને મજબૂત બનાવવા માટે પ્રેમ ખૂબ જ જરૂરી હોય છે. તે પ્રેમને દર્શાવવા માટે લોકો મોટાભાગે પોતાના પાર્ટનરને કિસ કરતા હોય છે.
હવે તમે વિચારી રહ્યા હશો કે શું કિસ કરવું આટલું બધું મહત્વ ધરાવે છે? તો જવાબ છે, હા. આ બિલકુલ સત્ય છે. આ લેખના માધ્યમથી અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે એક કિસ કેવી રીતે તમારા સંબંધો વધારી શકે છે અને તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો પહોંચાડે છે. અમે અહીયાં તમને કિસ કરવાના ફાયદાઓ વિશે જણાવીશું જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે
નેધરલેન્ડ ઓર્ગેનાઈઝેશન ફોર એપ્લાઈડ રિસર્ચ દ્વારા કરવામાં આવેલ અધ્યયન અનુસાર તે સાબિત થઈ ચૂક્યું છે કે કિસ કરવાથી ઈમ્યુનિટી વધે છે. અધ્યયન અનુસાર જ્યારે તમે કિસ કરો છો તો તમે ૮ કરોડ બેક્ટેરિયાનું આદાન-પ્રદાન કરો છો, જે ટીકાકરણના પ્રાકૃતિક રૂપમાં કામ કરે છે.
પુરૂષોનું આયુષ્ય લાંબું થાય છે
જર્મન અનુસાર, જે પુરુષો પોતાના પાર્ટનરને દિવસમાં ઓછામાં ઓછું એક વખત કિસ કરે છે તેમની ઉંમર આવું ન કરતા પુરુષોની તુલનામાં પાંચ વર્ષ વધી જાય છે. તે સિવાય પોતાની સારી ઇમ્યૂનિટીને કારણે પોતાનું કામ પણ સારી રીતે કરી શકે છે, જેના લીધે તેમની કમાણી પણ દર મહિને ૨૦ થી ૩૦ ટકા સુધી વધી જાય છે.
દાંતનું સ્વાસ્થ્ય પણ સુધારે છે
ન્યુયોર્ક શહેરના ડેન્ટલ પાર્લરના ડોક્ટર શિવાન ફિંકેલના જણાવ્યા અનુસાર લાળની વધારે માત્રા તમારા દાંતના સ્વાસ્થ્યને સારું બનાવી શકે છે. લાળનું વધારે ઉત્પાદન તમારા મોઢામાં એસિડિટીને ઓછી કરે છે, જેના લીધે દાંતોમાં સડો થતો નથી.
તમને સારું મહેસૂસ કરાવે છે
હકીકતમાં કિસ કરવાથી ફીલ-ગુડ હોર્મોન રિલીઝ થાય છે. જ્યારે બે વ્યક્તિ કિસ કરે છે તું શરીરમાં ઓક્સીટોસિન અને ડોપામાઇન નામનું હોર્મોન રિલીઝ થાય છે, જે તમને સારું મહેસૂસ કરાવે છે. ઓક્સીટોસિન એક પ્રકારનું બોન્ડિંગ હોર્મોન છે, જે ઇંટિમેસીની શરૂઆત કરે છે, જ્યારે ડોપામાઈન પ્લેઝરના અનુભવમાં મદદ કરે છે.
બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખી છે
પૈશનેટ રીતથી કિસ કરવા પર તમારા હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી થઇ જાય છે, જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. ઘણા રિસર્ચમાં પણ બતાવવામાં આવ્યું છે કે કિસ કરવાથી કોર્ટીસોલ નામનું સ્ટ્રેસ હોર્મોનના ઉત્પાદનમાં પણ ઘટાડો આવે છે, જેના લીધે ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઓછો થાય છે.
તણાવ ઓછો થાય છે
જ્યારે તમે વધુ માત્રામાં કિસ કરો છો તો તમારો તણાવ પણ ઓછો થાય છે. ૫૨ લોકો પર કરવામાં આવેલ વર્ષ ૨૦૦૯ માં એક અધ્યયનમાં જણાવ્યા અનુસાર, જે લોકો વધારે કિસ કરે છે અથવા લાંબો સમય સુધી કરે છે તેમનામાં તણાવનું સ્તર ઓછું મળી આવ્યું હતું. જ્યારે આવું ન કરતા વ્યક્તિઓમાં તણાવ વધારે મળી આવ્યો હતો.