Charotar Sandesh
ગુજરાત

પેટ્રોલ-ડીઝલના ભાવને પગલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, અમિત ચાવડા સહિત નેતાઓની અટકાયત

અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ડીઝલના ભાવ પેટ્રોલથી પણ વધી ગયા છે કારણો અલગ અલગ હશે પણ સમગ્ર ઘટનાને લઇ વિપક્ષ મેદાને આવ્યું છે વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇ કોંગ્રેસે આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું.

પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ કોંગ્રેસના રાજ્યવ્યાપી દેખાવો છે ત્યારે, અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરાયો શહેરના સરદાર બાગ પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઈ તેની વચ્ચે પણ કોંગ્રેસે વિરોધ કર્યો વિરોધમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા પણ જોડાયા.

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલા સહીત 100 થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી.

Related posts

સરકારે ઓગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર લગાવ્યો પ્રતિબંધ…

Charotar Sandesh

ગુજરાતમાં મ્યૂકરમાઈકોસિસનો આતંક વધ્યો, ૧૦૦થી વધુ નવા દર્દી મળ્યા…

Charotar Sandesh

દિવાળીના પર્વમાં ઘરફોડ ચોરી, ચેન સ્નેચિંગને ધ્યાનમાં લઇ પોલીસનો એક્શન પ્લાન તૈયાર…

Charotar Sandesh