Charotar Sandesh
ગુજરાત

પોલીસ બેડામાં પગાર મોડો થશે? મેસેજ મળતાં પોલીસકર્મીઓમાં ભારે ચકચાર…

ગાંધીનગર : ગુજરાત પોલીસ બેડામાં હાલ એક મેસેજે ભારે ચકચાર જગાવી છે. આ મેસેજનો ભાવાર્થ એવો થાય છે કે આ મહિને પગાર થોડો મોડો આવશે અને લોનનાં હપ્તાની વ્યવસ્થા કરી લેવા માટે જણાવાયું છે. અમુક પોલીસ કર્મીઓને મોબાઈલમાં આ પ્રકારના મેસેજ મળતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસ બેડમાં ફરજ બજાવતાં કર્મચારીઓને આજે પગાર મોડો આવશે તેવો એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, ગ્રાન્ટના અભાવે પગાર બિલો દાખલ કરવામાં આવેલ નથી. જેથી જે અધિકારી/કર્મચારીઓનાં લોનના હપ્તા તા.૦૧ થી ૦૫માં આવતાં હોય તેઓએ લોનના હપ્તા જેટલી રકમની વ્યવસ્થા કરી લેશો. હિસાબી શાખા, ગાંધીનગર.
આ મેસેજ મળતાં પોલીસ કર્મીઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. અને પોલીસ બેડામાં આ મહિનાનો પગાર મોડો થશે તેં બાબતને લઇને કુતૂહલ સર્જાયું હતું. અને આ મેસેજ અમુક પોલીસ કર્મચારીઓને જ આવ્યા હતા. જેને કારણે કોને કોને આવા મેસેજ આવ્યા તેવા ગણગણાટ પણ પોલીસ બેડામાં શરૂ થઈ ગયો હતો.

Related posts

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો : ઝાકળથી રસ્તા ભીંજાયા…

Charotar Sandesh

PM મોદી એક્શનમાં : ગુજરાત ભાજપ નેતાઓ સાથે બંધ બારણે યોજી બેઠક : ચૂંટણીની રણનીતિ તૈયાર, જુઓ

Charotar Sandesh

૮મી જુને મંદિરો ખૂલશે પણ બે મહિના ઉત્સવો નહિ ઉજવાય…

Charotar Sandesh