Charotar Sandesh
બોલિવૂડ

પ્રિયા પ્રકાશનો રોમાંસથી ભરેલો વીડિયો વાયરલ, પ્રિયા પ્રકાશ ટિ્‌વટરની ટ્રેડિંગ લિસ્ટમાં…

મુંબઈ : વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયરની અપકમિંગ ફિલ્મ ‘ચેક’નુ નવુ ગીતનું ટીઝર લોન્ચ થયુ છે. આ ગીતનું ટીઝર આવતા જ વાયરલ થઈ ગયુ છે. આ ગીતનું નામ ‘નિનુ ચૂડાકૂંડા’ છે. આ ગીતમાં પ્રિયા પ્રકાશ એકદમ અલગ રૂપમાં જોવા મળી છે. તે ઘણી સુંદર દેખાઈ રહી છે. અને એકટર નિતિન સાથે રોમાંસ કરતા જોવા મળી રહી છે. ફિલ્મ ‘ચેક’ના આ ગીતનું ટીઝર ૪૯ સેકંડનું છે. એક દિવસ પહેલા જ લોન્ચ થયેલા આ ટીઝરના કારણે પ્રિયા પ્રકાશ ટિ્‌વટરની ટ્રેડિંગ લિસ્ટમાં ટોપ પર આવી ગઈ છે.
તેમાં તેનો ગ્લેમરસ અને ચૂલબુલો લૂક જોવા મળ્યો. તેની સાથે જ ફેંસને તેની દિલકશ અદાઓથી ભરેલા ડાસિંગ મુવ્સ જોવા મળ્યા. તેલૂગૂ ફિલ્મ ઈંડસ્ટ્રીઝમાં આ તેની ડેબ્યૂ ફિલ્મ છે. આ ફિલ્મ ઓનલાઈન ૨૬ ફેબ્રુઆરીએ દુનિયાભરમાં રિલીઝ થશે. ફિલ્મને ચંદ્રાશેખર યેલેતીએ ડિરેકટ કરી છે. આ ફિલ્મમાં નિતિન અને પ્રિયા પ્રકાશ સિવાય રકૂલપ્રીત સિંહ લીડ રોલમાં છે. ફિલ્મના રોમેન્ટીક સોંગમાં પ્રિયા પ્રકાશ અને નિતિન છે. અને તેનું મ્યૂઝિક કલ્યાણી મલિકે કંપોઝ કર્યુ છે. ૪૯ સેંકડના ટીઝરમાં જોવા મળે છે કે, બંન્ને કલાકારો બીચ પર ડાંસ કરી રહ્યા છે. અને શહેરમાં બાઈક રાઈડ કરી રહ્યા છે. ટીઝર લોન્ચ થવાના કેટલાક કલાકોમાં જ પ્રિયા પ્રકાશ વોરિયર ટિ્‌વટર ટ્રેંડમાં આવી ગયુ. ફિલ્મમાં લીડ રોલ નિભાવનાર એકટર નિતિને ટીઝરને ફેંસ સાથે શેર કર્યુ છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, ‘ફિલ્મ ચેકનું સુંદર ગીત નિનૂ ચૂડાકૂંડાનો આ રહ્યો વીડિયો.’ આ ફિલ્મ પહેલા ૨૦૨૦માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે તેની રિલીઝ ડેટને ટાળવામાં આવી. આ પહેલા પ્રિયા પ્રકાશ વોરિયર પોતાની ફિલ્મ ‘ઓરુ અડાર લવ’માં આંખ મારવાને લઈને સોશ્યલ મીડિયા પર છવાઈ હતી.

Related posts

કોઈ પણ યુવતીને ક્વીન બનવા માટે કિંગની જરૂર નથી હોતી : પ્રિયંકા ચોપરા

Charotar Sandesh

આલિયાનું પ્રથમ પંજાબી ગીત ‘પ્રાડા’ રિલીઝ…

Charotar Sandesh

‘મલંગ’નું ટાઇટલ ટ્રેક રિલીઝ…

Charotar Sandesh