Charotar Sandesh
ગુજરાત

ફેબૃઆરીમાં ધોરણ ૯ અને ૧૧ની સ્કૂલો શરૂ થાય તેવી સંભાવના…

અમદાવાદ : રાજ્યમાં ગત ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ત્યારે જૂનાગઢ તાલુકાનાં કેશોદની સ્કૂલમાં ૧૧ વિદ્યાર્થિનીઓ પોઝિટીવ આવતાં વાલીઓની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓએ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ધોરણ ૯ અને ૧૧ માટે સ્કૂલો શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. શિક્ષણ વિભાગમાં પણ આ બાબતે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અગાઉ ધો. ૧૦,૧૨માં કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય હાથ ધર્યા પછી હવે ધો. ૯ અ્‌ને ૧૧માં પણ કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય હાથ ધરવાની દિશામાં સરકાર આગળ વધી રહીં છે. આ માટે આગામી બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં પછી કોઇ ઠોસ જાહેરાત થાય તેવી શક્યતા છે.કોરોના મહામારીને કારણે ઓફલાઇન(કલાસરૂમ શૈક્ષણિક કાર્ય)ને બદલે ઓ્‌નલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યા પછી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય હાથ ધરવું પણ સરકાર માટે પડકારજનક છે.
કોરોનાના ડરને કારણે ઓછી હાજરીનો પ્રશ્ન છે, તેવા સંજોગોમાં રાજય સરકાર હવે તા. ૯ અને ૧૧માં પણ કલાસરૂમમાંથી શૈક્ષણિક કાર્ય આપવાની હાથ ધરશે તેમ સત્તાવાર સુત્રોનું કહેવું છે. સુત્રોએ એવી સ્પષ્ટતા કરી હતી કે, આમ તો આયોજન આગામી સોમવારથી હાથ ધરવાનું છે,પણ જો કોઇ અડચણ આવે તો ફેબ્રુઆરીમાં તો શૈક્ષણિક કાર્ય હાથ ધરાશે. છતા આગામી બુધવારે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં આ મુ્‌દ્દે ચર્ચા થશે, આ પછી ધો. ૯ અ્‌ને ૧૧ કે કોલેજના કેટલા વર્ષનું કયારે શૈક્ષણિક કાર્ય હાથ ધરવું તે નક્કી થશે. સુત્રોએ એવો પણ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, અત્યાર સુધી ધો. ૧૦-૧૨નું શૈક્ષણિક કાર્ય હાથ ધર્યા પછી કોઇ નકારાત્મક પ્રતિભાવ મળ્યા નથી, વિદ્યાર્થીઓનું આરોગ્ય પણ સારુ છે એટલે હવે બાકીના ધોરણો અંગે નિર્ણય લેવાશે. ૧૧મી જાન્યુઆરીથી ગુજરાત બોર્ડની સાથે જોડાયેલી મોટા ભાગની સ્કૂલો શરૂ થઈ ગઈ છે.
પોતાના તરફથી કોઇ કમી રાખવા ન માગતા સંચાલકોએ સ્કૂલો શરૂ થતાં પહેલાં દરેક કલાસમાં સેનિટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેની બેઠક વ્યવસ્થા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. શિક્ષણ વિભાગે દરેક વાલી પાસેથી પોતાના સંતાન સ્કૂલે આવે એ માટેનું સંમતિપત્રક ફરજિયાત લેવાની સૂચના આપી હતી. વાલીની સંમતિ મુદ્દે સ્કૂલ-સંચાલકોનું વલણ કડક રહ્યું છે, કારણ કે સંચાલકો કોરોના મહામારીમાં કોઇ વિવાદમાં પડવા માગતા નથી, તેથી તેમણે વાલીને સ્પષ્ટ કહ્યું હતું કે બાળકને સ્કૂલમાં તો જ પ્રવેશ અપાશે જો વાલી સંમતિ આપશે. જોકે તે સમયે માંડ ૩૦ ટકા વાલીએ સ્કૂલોને સંમતિપત્ર આપ્યા હતા.

Related posts

રાજ્યવ્યાપી અનાજ કૌભાંડનો પર્દાફાશ : આઠ કૌભાંડીઓની ધરપકડ…

Charotar Sandesh

ફાયર સેફ્ટીનું એનઓસી ધરાવતા ક્લાસીસ ચાલુ કરી શકાશે : પોલિસ કમિશનર

Charotar Sandesh

ધોળકા ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી કોરોના વેક્સીન…

Charotar Sandesh