પેરિસ : ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસ સંક્રમણ માથુ ઉચકી રહ્યું છે. તેવી જ રીતે દુનિયાના અનેક દેશોમાં પણ સ્થિતિ વધારે ગંભીર બની રહી છે. અગાઉ ભાયનક સ્થિતિનો સામનો કરી ચુકેલા ફ્રાંસે ફરી એકવાર આકારો નિર્ણય લેતા દેશ આખામાં સંપૂર્ણ લોક્ડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉન ૪ અઠવાડિયા એટલે કે એક મહિનાનું રહેશે. સ્થિતિ વધારે કથળતા ત્રીજીવાર લોક્ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફ્રાંસમાં કોરોના વાયરસે પોતાનો પ્રકોપ વઘતા ફ્રાંસના રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં ચાર અઠવાડિયાનું લૉકડાઉન લગાવી દીધું છે. ફ્રાંસમાં શાળાઓને ત્રણ અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે. હાલ ફ્રાંસમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર ચાલી રહી છે. જેના લીધે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. આવામાં રાષ્ટ્રપતિ મેક્રોએ કહ્યું કે, જો નક્કર પગલા નહિ ભરાય તો કોરોના પરથી કાબૂ ગુમાવી દઈશું. ફ્રાંસમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જીવન જરૂરિયાત સામાનની દુકાનો ખોલવાની મંજૂરી મળશે.
ઓફિસ જવાને બદલે લોકોએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. આ દરમિયાન ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં જવા પર રોક લગાવવામાં આવી છે. આમ છતાં લોક઼ડાઉનમાં કોરોના રસીકરણ ઝડપી બનાવવામાં આવશે. મહત્વનું છે કે, ફ્રાંસમાં કોરોના ચેપના પોઝિટિવ કેસનું કુલ સંખ્યા ૪૬ લાખને પાર પહોંચી ચૂકી છે. અત્યાર સુધી ફ્રાંસમાં કુલ મોતનો આંક ૯૫ હજારને પાર પહોંચી ચૂક્યો છે.