Charotar Sandesh
વર્લ્ડ

બાઈડન, ફર્સ્ટ-લેડીને ભારત આવવાનું વડાપ્રધાન મોદીએ આપ્યું આમંત્રણ…

વડાપ્રધાન મોદીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેન સાથે વાત કરી…

રાષ્ટ્રપ્રમુખ બાઇડન અને હું નિયમો હેઠળ ચાલનારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લઈ પ્રતિબદ્ધ છીએ : મોદી

USA : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી. જો બાઇડેનના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેમની પહેલી વાતચીત હતી. આ વાતની માહિતી પીએમ મોદીએ ટ્‌વીટ કરી આપી. પીએમ મોદીએ પોતાની ટ્‌વીટમાં કહ્યું કે તેમણે સૌથી પહેલાં જો બાઇડેનને રાષ્ટ્રપતિ બનવાની શુભકામનાઓ પાઠવી. તેમણે ક્ષેત્રીય બાબતો પર વાતચીત કરી.
આપને જણવી દઇએ કે પીએમ મોદીએ ટ્‌વીટ કરી માહિતી આપી કે તેમણે જો બાઇડેન સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ટ્‌વીટમાં લખ્યું કે મેં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી અને તેમને સફળતા માટે શુભકામનાઓ પાઠવી. અમે ક્ષેત્રીય સહયોગ અને પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી. અમે જળવાયુ પરિવર્તનની વિરૂદ્ધ સહયોગ વધારવા પર પણ સહમત થયા છીએ.
પીએમ મોદીએ આ સિવાય બીજી એક ટ્‌વીટ કરી જેમાં તેમણે લખ્યું કે હું અને રાષ્ટ્રપતિ જો બાઇડેન દુનિયામાં નિયમ-કાયદા આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પક્ષધર છીએ. અમે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને વધારવા માટે પોતાની રણનીતિ ભાગીદારીને વધુ મજબૂત કરવા તરફ જોઇ રહ્યા છીએ.
આપને જણાવી દઇએ કે આની પહેલાં અમેરિકાના વિદેશ મંત્રીએ નવી સરકારની રચના બાદ તમામ દેશોમાં પોતાના સમકક્ષો સાથે વાતચીત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા પ્રમુખ બનેલા જૉ બાઈડન અને એમના પત્ની ફર્સ્ટ લેડી ડો. જિલ બાઈડનને એમના શક્ય એટલા વહેલા અને અનુકૂળ સમયે ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું છે. મોદીએ આ આમંત્રણ બાઈડન સાથે ગઈ કાલે ટેલીફોન પર થયેલી સત્તાવાર વાતચીત દરમિયાન આપ્યું હતું. પ્રમુખ તરીકે સફળતા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા મોદીએ બાઈડનને આપી હતી.

  • Nilesh Patel

Related posts

એચ-૧બી વીઝાની સીમા વધારી શકે છે બાઇડેન, ભારતીય વેપારીઓને થશે ફાયદો…

Charotar Sandesh

ટ્રમ્પનો યૂ-ટર્ન : ઇરાન પર નવા અને કડક પ્રતિબંધ લગાવાશે…

Charotar Sandesh

મહિલાઓને દેશની કમાન સોંપવામાં આવે તો દરેક જગ્યાએ સુધારો જોવા મળશે : ઓબામા

Charotar Sandesh