Charotar Sandesh
વર્લ્ડ

બાઈડન-વહીવટીતંત્રમાં મહત્ત્વનાં પદ પર ભારતીય-અમેરિકન્સની નિયુક્તિ…

USA : અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને કહ્યું છે કે, ‘દેશમાં ભારતીય-અમેરિકન્સ છવાઈ રહ્યાં છે.’ બાઈડનના આ ઉલ્લેખ પાછળનું કારણ એમના વહીવટીતંત્રમાં ભારતીય સમાજનાં લોકોની મોટી સંખ્યામાં કરાયેલી નિમણૂક છે. પ્રમુખપદ સંભાળ્યાને હજી ૫૦ દિવસ પણ નથી થયા અને બાઈડને એમના વહીવટીતંત્રમાં મહત્ત્વના નેતૃત્ત્વના સ્થાનો પર ઓછામાં ઓછા ૫૫ ભારતીય-અમેરિકન્સની નિમણૂક કરી છે.
તેમણે ગઈ કાલે નાસાના વિજ્ઞાનીઓ સાથેના એક વર્ચ્યુઅલ સંવાદમાં કહ્યું હતું કે પોતાના ભાષણનું લખાણ તૈયાર કરનારથી લઈને અવકાશ સંશોધન સંસ્થા દ્ગછજીછના પદ પર ભારતીય-અમેરિકન્સની નિમણૂક કરાઈ છે. જેમ કે, સ્વાતિ મોહન, મારા ઉપપ્રમુખ કમલા હેરિસ, મારા ભાષણ-લેખક વિનય રેડ્ડી વગેરે. દેશમાં ભારતીય-અમેરિકન્સ છવાઈ રહ્યાં છે.

Related posts

પીએનબી કૌભાંડ : આરોપી નીરવ મોદીના ચોથી વખત જામીન રદ…

Charotar Sandesh

અમેરિકામાં ભારે વરસાદથી પૂર : વ્હાઈટ હાઉસમાં ઘુસ્યુ પાણી…

Charotar Sandesh

ભારતીય મૂળની પત્નીની ૫૯ વખત ચાકૂ મારીને હત્યા કરનારા બ્રિટિશ પતિને ઉમરકેદ

Charotar Sandesh