આણંદ : મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે વડોદરાથી અમદાવાદ સુધીના રેલવે ટ્રેકમાં આવનાર વાસદ, આણંદ, નડિયાદ, મહેમદાવાદ સહિતના રેલવે લાઇન, નદીઓ, હાઇવે, રોડ ક્રોસિંગ અને અન્ય માળખા પરથી બુલેટ ટ્રેન ક્રોસિંગ માટેના ર૮ બ્રિજના ડોકયુમેન્ટ, ફેબ્રિકેશન માટે બીડ મંગાવવામાં આવી છે. જાણવા મળ્યાનુસાર દેશની ૮ કંપનીઓએ આ ટેન્ડરીંગમાં રસ દાખવ્યો છે. આ પ્રોજેકટમાં આણંદ-નડિયાદ ખાતે એલિવેટેડ સ્ટેશનના નિર્માણ અને વડોદરા-અમદાવાદ વચ્ચે ૮૮ કિ.મી.ના રૂટમાં વાયડકટની ડિઝાઇન, પ બ્રિજ, રપ ક્રોસિંગ માટે પણ ટેન્ડરીંગ જાહેર કરાયું છે.
જો કે બુલેટ ટ્રેન પ્રોજેકટ દ્વારા આ અંગેની કિંમત જાહેર કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોનુસાર સમગ્ર કામગીરી માટે આશરે ૭૦ હજાર મેટ્રીક ટન સ્ટીલનો ઉપયોગ થશે.