Charotar Sandesh
બોલિવૂડ

બોલિવૂડ અભિનેતા, નિર્માતા રાજીવ કપૂરનું ૫૮ વર્ષની વયે નિધન…

મુંબઈ : દિવંગત અભિેનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઈ દિગ્ગજ અભિનેતા રાજીવ કપૂરનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું છે. તેઓ ૫૮ વર્ષના હતા. તેઓએ ચેમ્બૂરમાં ઇલેક્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રણધીર કપૂર પોતાના ભાઈને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા, પરંતુ સારવાર શરૂ થતાં પહેલા જ રાજીવ કપૂરનું નિધન થઈ ગયું. મળતી માહિતી મુજબ, હૃદયરોગનો હુમલો થતાં રણધીર કપૂર નાના ભાઈ રાજીવ કપૂરને લઈ હૉસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રણધીર કપૂરે પણ નાના ભાઈના નિધનની પુષ્ટિ કરી છે. તેઓએ કહ્યું કે, મેં મારા સૌથી નાના ભાઈ રાજીવને ગુમાવ્યો છે. તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા.
ડૉક્ટરોએ તમામ પ્રયાસ કર્યા પરંતુ તેમને બચાવી ન શકાયા. તેઓએ વધુમાં કહ્યું કે, હું હૉસ્પિટલમાં છું અને મારા નાના ભાઈના પાર્થિવદેહને સોંપવામાં આવે તેની રાહ જોઈ રહ્યો છું. દિવંગત અભિનેતા ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂરે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવ કપૂરના નિધનની પુષ્ટિ કરી છે. તેઓએ રાજીવ કપૂરનો એક ફોટો શૅર કર્યો છે. નીતૂ કપૂરે તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, રેસ્ટ ઇન પીસ. નીતૂ કપૂરની આ પોસ્ટ પર કોમેન્ટ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીની બહાર લોકોએ રાજીવ કપૂરના નિધન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. રાજીવ કપૂરે પોતાના પિતા રાજ કપૂરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી પોતાની ઓળખ ઊભી કરી હતી. ત્યારબાદ તેઓ કેટલીક અન્ય ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.
તેઓએ ઋષિ કપૂરની લીડ રોલવાળી ફિલ્મ ‘પ્રેમ ગ્રંથ’નું ડાયરેક્શન પણ કર્યું હતું. રાજીવ કપૂર નાગ, નાગિન અને અંગારે જેવી ફિલ્મોમાં પણ એક્ટર તરીકે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ આ અબ લૌટ ચલેને પ્રોડ્યૂસ કરી હતી. રાજીવ કપૂરના વચલા ભાઈ ઋષિ કપૂરનું નિધન ૭ મહિના પહેલા થયું હતું. બે વર્ષ સુધી કેન્સર સામે લડ્યા બાદ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ૬૭ વર્ષની ઉંમરે ઋષિ કપૂરે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Related posts

બે દિવસમાં તાનાજીએ ૩૫ કરોડ અને છપાકએ ૧૧ કરોડની કમાણી કરી…

Charotar Sandesh

અક્ષય કુમારના ડેબ્યુ મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’નું ટીઝર રિલીઝ…

Charotar Sandesh

‘યાદ પિયા કી આને લગી’નાં રીમિક્સને યુટ્યુબ પર ૧૦૦ મિલિયન વ્યૂઝ મળ્યા…

Charotar Sandesh