મુંબઈ : બોલીવુડ અભિનેતા મનોજ બાજપાયીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના થયા પછી તેઓ પોતાના ઘરમાં સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં છે. મનોજ બાજપાયી આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા એવામાં ડાયરેક્ટર પછી મનોજ બાજપાયીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અભિનેતાની ટીમે એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, ‘દિગ્દર્શક કોવિડ-૧૯ નો ભોગ બન્યા બાદ મનોજ બાજપાયીએ પણ તેનો ટેસ્ટ કરાવ્યો હતો, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેતા અને દિગ્દર્શક કોરોના સંક્રમિત થયા બાદ થોડા મહિનાઓ માટે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે. જો કે, અભિનેતાની તબિયત સારી છે, તેણે ઘરે પોતાને આઇસોલેટ રાખ્યા છે અને સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છે.