Charotar Sandesh
વર્લ્ડ

ભારત અમાંરૂ સહયોગી છે, શકય એટલી મદદ કરશું : કમલા હેરીસ

USA : અમેરિકાના ઉપરાષ્ટ્ર્રપતિ કમલા હેરિસે કોરોના મહામારી સામે જંગમાં ભારતને દરેક શકય મદદ કરવાનો ભરોસો વ્યકત કર્યેા છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ ઘડીમાં અમે ભારત સાથે છીએ અને તેની મદદ કરીશું. હેરિસે ભારતના યોગદાનને યાદ કરતા કહ્યું કે મહામારીની શઆતમાં ભારતે અમેરિકાની મદદ કરી હતી, હવે અમે ભારતની મદદ માટે તેના પડખે છીએ. અત્રે જણાવવાનું કે આ ઘડીમાં ભારતની મદદ માટે આખી દુનિયામાંથી મદદના ધોધ વહી રહ્યા છે.
કમલા હેરિસે કહ્યું કે ભારતની જે સ્થિતિ છે તે દય દુખાડનારી છે. ભારત અમાં મહત્વપૂર્ણ સહયોગી છે અને ત્યાં સ્થિતિ સામાન્ય કરવા માટે અમે દરેક શકય મદદ કરીશું. કોરોના સામે લડતમાં ભારતના યોગદાનને બિરદાવતા અમેરિકાના ઉપરાષ્ટ્ર્રપતિએ કહ્યું કે મહામારીની શઆતમાં, યારે અમારી હોસ્પિટલમાં બેડ ઓછા પડવા માડા હતા ત્યારે ભારતે સહાયતા મોકલી હતી. આજે અમે જરિયાતના સમયે તેની મદદ માટે દ્રઢ છીએ.
હેરિસે કહ્યું કે અમે એશિયન કવાડના સભ્યોના પમાં વૈશ્વિક સમુદાયના હિસ્સાના પમાં અને ભારતના મિત્ર તરીકે તેને મદદ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે જો આપણે બધા આ રીતે મળીને કામ કરતા રહીશું તો આ મુશ્કેલીમાંથી પણ જલદી બહાર નીકળી જઈશું. ઉપરાષ્ટ્ર્રપતિએ જણાવ્યું કે અમેરિકાએ ભારતને રિફિલ કરવા યોગ્ય ઓકિસજન સિલિન્ડર, ઓકિસજન કન્સેન્ટ્રેટર અને ગ૯૫ માસ્ક ઉપલબ્ધ કરાવ્યા છે અને આગળ પણ કરાવતા રહીશું.
અમેરિકી ઉપરાષ્ટ્ર્રપતિએ કહ્યું કે કોરોનાના દર્દીઓની સારવાર માટે અમે ભારતને રેમડેસિવિર ઈન્જેકશન મોકલ્યા છે અને ભવિષ્યમાં પણ યથાસંભવ મદદ મોકલતા રહીશું. કમલા હેરિસે કહ્યું કે ૨૬ એપ્રિલના રોજ રાષ્ટ્ર્રપતિ જો બાઈડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને ૩૦ એપ્રિલ સુધીમાં સંયુકત રાય અમેરિકાના સૈન્ય સભ્ય અને નાગરિક ત્યાં રાહત આપી રહ્યા હતા.
રસી મુદ્દે બોલતા હેરિસે કહ્યું કે ભારત અને અન્ય દેશોના રસીકરણમાં ઝડપ લાવવામં મદદ કરવા અમે કોવિડ-૧૯ રસી પર પેટન્ટને સસ્પેન્ડ કરવા માટે પૂર્ણ સમર્થનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકામાં દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ છે. જો કે અમે માનીએ છીએ કે આ લડત કોઈ એક દેશની નથી પરંતુ આખી દુનિયાએ સાથે મળીને લડવું પડશે.

  • Nilesh Patel

Related posts

ફ્લાઈટમાં મહિલા ઊંઘી ગઈ, જાગી તો પ્લેન ખાલી અને દરવાજો પણ બંધ..!!

Charotar Sandesh

ભારતમાં રોકાણ પર ભાર મૂકવા અમેરિકન સેનેટલમાં બિલ પસાર કરાશે…

Charotar Sandesh

USA : અમેરિકાએ આતંકવાદી અબ્દુલ હામિદ અલ માતરને ડ્રોન હુમલામાં ઉડાવી દીધો

Charotar Sandesh