Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત પ્રથમ ઇનિંગ્સમાં ૧૪૫ રનમાં ઓલઆઉટ, સૌથી વધુ રન રોહિતે ફટકાર્યા…

મોદી સ્ટેડિયમમાં સ્પિનરનો પાવર : ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સમાં ૮૧ રનમાં સમેટાયું

બીજી ઇનિંગ્સમાં સ્પિનર અક્ષર પટેલે ૫,અશ્વિને ૪ અને સુંદરે ૧ વિકેટ ઝડપી, બંન્ને ઇનિંગ્સમાં અક્ષરે ૧૦ વિકેટ ઝડપી

અમદાવાદ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં ૮૧ રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. આ પહેલા તે પ્રથમ ઈનિંગમાં ૧૧૨ રનનમાં ઓલ આઉટ થયું હતું. ભારત સામે આ ટેસ્ટ મેચ જીતવા માટે ૪૯ રનનો ટાર્ગેટ છે. જો ભારત આજે જીતશે તો આ ૨૨મી મેચ બનશે જેનું પરિણામ બીજા દિવસે આવ્યું હોય.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ ૧૧૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી અક્ષર પટેલે ૬ વિકેટ, અશ્વીને ૩ વિકેટ અને ઈશાંત શર્માએ ૧ વિકેટ લીધી છે. ભારત પોતાની પ્રથમ ઈનિંગમાં ૧૪૫ રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ભારતને ૩૩ રનની લીડ મળી છે. જો રૂટ અને જેક લીચે તરખાટ મચાવ્યો હતો. જો રૂટે ૫ વિકેટ અને લીચે ૪ વિકેટ ઝડપી હતી. પાંચમાં દિવસથી જેમ બોલ ટર્ન થઈ રહ્યો છે. ૨૧ ટેસ્ટ મેચ એવી રહી છે જે બે દિવસમાં પૂરી થઈ ગઈ છે.
ભારત વતી બીજી ઈનિંગમાં અક્ષર પટેલે ૫ વિકેટ અને અશ્વિને ૪ વિકેટ ઝડપી છે. આ સાથેજ અશ્વિને ટેસ્ટમાં ૪૦૦ વિકેટ પૂરી કરી છે. મુરલીધરન પછી તેણે સૌથી ઝડપી ૪૦૦ વિકેટ લીધી છે.

Related posts

આઈપીએલ નીલામી : માત્ર ૭૩ જગ્યા માટે ૯૭૧ ખેલાડીઓની નોંધણી કરાઈ…

Charotar Sandesh

ભારત સામે ટી-૨૦, વન-ડે માટે વિન્ડીઝની ટીમ જાહેર…

Charotar Sandesh

લોકડાઉનમાં વિરાટ કોહલીએ શેર કરેલા પ્રેરણાત્મક વીડિયો પર સાથી ખેલાડીએ કરી મજેદાર કોમેન્ટ…

Charotar Sandesh