ન્યુ દિલ્હી : દેશમાં છેલ્લા એક-બે મહિનાથી કોરોનાનો કહેર વર્તાયો છે, ત્યારે કોરોનાના કેસ અચાનક આટલી ઝડપથી કેમ વધી રહ્યાં છે, તે અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે દેશમાં ઘણા લોકોને લાગે છે કે, કોરોના વિરુદ્ધ વેક્સિન આવી ગઇ છે. હવે બધું સારું થઇ જશે. લોકો કોરોનાને હવે ગંભીરતાથી લઇ રહ્યાં નથી, લોકો કોરોનાને હળવાશથી લઇ રહ્યાં છે. સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ થઇ રહી છે.
ડૉ. હર્ષવર્ધને જણાવેલ કે, કે, કોઈ સંજોગોમાં વેક્સિન બાદ ફરી ઇન્ફેક્શન થયું હોય પરંતુ વેક્સિન લીધા બાદ જો ઇન્ફેક્શન થાય છે તો જીવનું જોખમ હોતું નથી. તમામ પરિસ્થિતિઓમાં કોવિડને હેન્ડલની રીત પહેલાથી જ સ્થાપિત થઇ ચૂકી છે. ટ્રેક બાદ આઇસોલેશન અને ટ્રીટમેન્ટ જરૂરી છે. કોરોના વિરુદ્ધ તૈયારી અંગે તેમણે કહ્યું કે, ૨૦ લાખ બેડ બનાવવામાં આવ્યા છે. ભારત સરકાર તમામ કેસને ઊંડાઇથી જોઇ રહી છે.
એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, ૭ વેક્સિન ટ્રાયલમાં છે. જ્યારે બે ડર્ઝન પ્રી ક્લિનિકલ ટ્રાયલમાં છે. કોવિન પ્લેટફોર્મ દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે. ૧ એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયના લોકોને ૫૦ હજાર સ્થળો પર વેક્સિન ઉપલબ્ધ થશે. અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વેક્સિનેશન માટે સાઇટ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. તેમણે કહ્યું કે, વધુ થોડા સમય કોવિડ અપ્રોપ્રિયેટ વર્તન અને વેક્સિન આંદોલનને લઇને સમર્થન આપશો તો કોવિડ પર જીત મેળવી શકાશે.