Charotar Sandesh
બોલિવૂડ

ભૂમિ પેડનકેર સહિત સેલેબ્સે સુશાંતની ફિલ્મ જોઈ કરી ઈમોશનલ પોસ્ટ…

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા શુક્રવારે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ છે. ફિલ્મની રિલીઝ પહેલાં અને પછી સોશિયલ મીડિયા પર લોકોએ સુશાંતને યાદ કરી ઘણા ઈમોશનલ મેસેજ અને પોસ્ટ શેર કરી છે. બોલિવૂડ સેલેબ્સ પણ આમાંથી બાકાત રહ્યા નથી. ભૂમિ પેડનકેર, તાપસી પન્નુ, જેનેલિયા ડિસૂઝા, સ્વરા ભાસ્કર સહિત ઘણા સેલેબ્સે ફિલ્મ જોઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.
ભૂમિએ લખ્યું કે કેટલી અદભુત ફિલ્મ, ઈમોશનથી ભરપૂર. હું મારી જાતને રડતા અટકાવી શકી નહીં. આવો અજબ દુઃખથી સભર અને સુંદર અનુભવ મેં ક્યારેય નથી કર્યો. કેટલો સુંદર આખરી ડાન્સ. સુશાંતની એક્ટિંગ અદભુત હતી. તેના ફેન્સ માટે આ એકદમ ખાસ ફિલ્મ. ભૂમિએ ડિરેક્ટર અને લીડ એક્ટ્રેસના પણ વખાણ કર્યા હતા.

Related posts

મેટ ગાલા ૨૦૧૯ની શરુઆત ન્યૂયોર્કમાં થઈ ચૂકી છે.

Charotar Sandesh

કંગનાએ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને વધુને વધુ વૃક્ષો વાવવાની ખાસ અપીલ કરી…

Charotar Sandesh

અભિનવનાં સમર્થનમાં ઉતર્યા ટીવી સ્ટાર્સઃ રાખીના સપોર્ટ પર ટ્રોલ થયો સલમાન…

Charotar Sandesh