Charotar Sandesh
બોલિવૂડ

મલ્લિકા શેરાવતે ૧૧ વર્ષ પહેલા કમલા હૈરિસ રાષ્ટ્રપતિ બનશે તેવી ભવિષ્યવાણી કરેલી..!

મુંબઇ : અમેરિકા ચૂંટણીમાં જો બાઇડેને ડોનાલ્ડ ટ્રમ્પને પછાડીને રાષ્ટ્રપતિની ખુરશી પર પોતાનો હક જમાવી લીધો છે. તે દેશના ૪૬માં રાષ્ટ્રપતિ બની ગયા છે. હવે તેમના જીતવા પર હિન્દુસ્તાથી તો પ્રતિક્રિયા આવી જ રહી છે. પરંતુ લોકોમાં સૌતી વધારે ખુશીની એ વાત છે કે ભારતીય મૂળની કમલા હૈરિસને ઉપ રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવ્યા છે એવામાં દરેક હિન્દુસ્તાની ગર્વ અનુભવી રહ્યા છે.
હવે કમલા હૈરિસ અમેરિકી રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય રહી છે. તેણે ડેમોક્રેટ્‌સના એક મોટા નેતા માનવામાં આવે છે. એવામાં પાર્ટીની તરફથી તેમણે ઉપ રાષ્ટ્રપતિ બનાવવા હેરાનીની વાત નથી, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજથી ૧૧ વર્ષ પહેલા એક બોલિવૂડ અભિનેત્રીએ કમલા હૈરિસને લઇને એક એવી ભવિષ્યવાણી કરી હતી જે હવે ખરેખર ઘણી હદ સુધી સટીક સાબિત થઇ છે. અમે વાત કરી રહ્યા છીએ મલ્લિકા શેરાવતની જેણે કમલા હૈરિસ માટે વર્ષ ૨૦૦૯માં એક ટિ્‌વટ કરી હતી. તેણે ટિ્‌વટ કરીને ઇચ્છા વ્યક્ત કરી હતી કે કમલા હૈરિસ એક દિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ હશે.
ટિ્‌વટમાં મલ્લિકાએ લખ્યું હતુ- એથ પાર્ટીમાં ખૂબ મસ્તી કરી રહી છું જ્યાં મારી સાથે એક એવી મહિલા બેઠી છે જેણે લઇને કહેવામાં આવી રહ્યું છે કે તે અમેરિકાની રાષ્ટ્રપતિ બની શકે છે. હવે ૧૧ વર્ષ જૂના આ ટિ્‌વટમાં મલ્લિકાએ કમલા હૈરિસનો ઉલ્લેખ કર્યો છે. તેણે તે સમયે એવુ લાગતુ હતું કે કમલા અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે. હવે ૨૦૨૦માં કમલા હૈરિસ રાષ્ટ્રપતિ તો નહીં પરંતુ ઉપ રાષ્ટ્રપતિ જરૂર બની ગયા છે. એવામાં મલ્લિકાનું આ ૧૧ વર્ષ જુનુ ટિ્‌વટ વાયરલ થઇ રહ્યું છે.

Related posts

તાપસી પન્નુએ લખનઉમાં ‘થપ્પડ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું…

Charotar Sandesh

દુનિયાને ત્રાહિમામ કરનાર દેશ વિરુદ્ધ કોઈ કેમ કશું બોલતું નથીઃ ઋચા ચઢ્ઢા

Charotar Sandesh

વરુણ ધવન લગ્ન બાદ ફિલ્મ ભેડીયાનું શૂટિંગ શરૂ કરશે…

Charotar Sandesh