Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં કોરોના બુલેટ ગતિએ : ૨૪ કલાકમાં ૪૭ હજારથી વધુ કેસ નોંધાયા…

મોતનો આંકડો ચિંતાજનક, વધુ ૨૦૨ના મોત નિપજ્યા…

મુંબઇ : દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર તો દેશમાં કોરોના વાયરસનું ગઢ બની રહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ ૪૭,૮૨૭ નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસને કારણે ૨૦૨ લોકોનાં મોત પણ થયા છે. આ સાથે રાજ્યમાં હવે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા ૨૯,૦૪,૦૭૬ પર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોના કુલ ૩,૮૯,૮૩૨ કેસ છે.
આ દરમિયાન, મહારાષ્ટ્રના અન્ય શહેરો પણ કોરોનાના ગઢ બની રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં, મુંબઈમાં કુલ ૮,૮૩૨ નવા કોવિડ કેસ નોંધાયા છે, તેમજ આ વાયરસથી ૫૩૫૨ લોકો સાજા થઇ ચુક્યા છે. તો, આ વાયરસને કારણે ૨૦ લોકોનાં મોત પણ થઇ ગયા છે. આ સાથે, જ શહેરમાં કોરોના સંક્રમણનો કુલ આંક ૪,૩૨,૧૯૨ પર પહોંચી ગયો છે. ત્યાં જ, મુંબઇમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે ૫૮,૪૫૫ પર પહોંચી ગઈ છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય એક નાગપુર શહેરમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૧૦૮ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૩,૨૧૪ લોકો વાયરસથી સાજા થયા છે. તો, વાયરસને કારણે ૬૦ લોકોના મોત પણ થયા છે. આ સાથે, શહેરમાં કોરોના દર્દીઓનો આંકડો ૨,૩૩,૭૭૬ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, નાગપુરમાં કોરોનાના કુલ ૪૦,૮૦૭ એક્ટિવ કેસ છે. તેમજ, વાયરસથી મૃત્યુઆંક પણ ૫,૨૮૧ પર પહોંચી ગયો છે.

Related posts

‘સાહો’નું હિન્દી ડબિંગ પણ પ્રભાસ જ કરશે

Charotar Sandesh

યસ બેન્કમાં તમામ થાપણદારોના પૈસા સુરક્ષિતઃ નાણાંમંત્રીની હૈયાધારણા

Charotar Sandesh

’યાસ’ વાવાઝોડાએ ધારણ કર્યું ભીષણ સ્વરૂપ, બંગાળ ઓડિશામાં ભારે વરસાદ…

Charotar Sandesh