Charotar Sandesh
ઉત્તર ગુજરાત

મહેસાણામાં રણતીડના આક્રમણની સંભાવના જોતા ખેડૂતો માટે શરૂ કરાયો કન્ટ્રોલરૂમ…

મહેસાણા : સતત વિવિધ કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતો પણ વધુ એક આફત તીડરૂપે ત્રાટકી રહી છે, પાટણના સાંતલપુર પંથક સુધી તીડ દેખાયા છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ તીડના આક્રમણની સંભાવના હોઈ મહેસાણાના કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની રણતીડ મોનિટરીંગની સોમવારે યોજાયેલી બેઠકમાં તીડ નિયંત્રણની કામગીરી અંગે વિસ્તૃત આયોજન કરાયું હતું તેમજ ખેડૂતોને તીડ અંગે વિશેષ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે કન્ટ્રોલરૂમ શરૂ કરાયો હતો.

ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારના રણકાંઠા જિલ્લાઓમાં તીડ બ્રિડીંગને અનુકુળ વાતાવરણ સર્જવાની શક્યતા હોવાથી આફ્રિકાના દેશો, ઇરાન, બલુચીસ્તાન, પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી રણતીડનાં ટોળાં આવી શકે તેવી સંભાવાના હોઈ કલેકટરે તીડ નિયંત્રણની કામગીરી માટે તમામ કક્ષાએ માઇક્રોપ્લાનિંગ કરવા સૂચન કર્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ તલાટી, ગ્રામસેવકો સહિત સંબધિત કર્મચારીઓને તીડ નિયંત્રણની તાલીમ, પશુપાલન વિભાગ સહિત આરોગ્ય વિભાગને જરૂરી એન્ટીડોઝનો જથ્થો ઉપલબ્ધ રાખવો વગેરે સૂચન કરાયાં હતાં. ખેડૂતોને વિશેષ માહિતી અને માર્ગદર્શન માટે સવારે ૯થી સાંજે ૬ કલાક સુધી ખેતીવાડી શાખાના કંટ્રોલરૂમ મહેસાણામાં ૦૨૭૬૨-૨૨૨૩૧૭ અથવા તીડ નિયંત્રણ કચેરી પાલનપુર કંટ્રોલ રૂમનં-૦૨૭૪૨-૨૪૫૧૪૨ (મો-૭૭૩૮૩૩૮૫૪૬)નો સંપર્ક કરવા જણાવાયું છે.
ઉપરાંત તીડ નિયંત્રણ બાબતે ટ્રેકટર માઉન્ટેડ પંપ ધરાવતા ખેડૂતોને તૈયાર રાખવા અને રાત્રિ રોકાણ સંભવિત ગામોના ગૌચર, પડતર વિસ્તારનો રસ્તા સાથેનો રફ નકશો ગામના આગેવાનો સાથે ચર્ચા કરી તૈયાર કરવા અને તીડ નિયંત્રણ ટીમની રચના કરવા સૂચના આપી હતી. તીડ નિયંત્રણની કામગીરી કરાઈ હોય તેવા વિસ્તારોમાં ૧૦થી ૧૫ દિવસ સુધી પશુઓ કે વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ કરતી નોટિસ આપવા તેમજ પ્રવેશ નિષેધનું બેનર લગાવવા સહિતની સરપંચ-તલાટીઓને સૂચના આપવી, તીડ નિયંત્રણ કામગીરી માટે જરૂરી વાહન, પાણી, લાઇટ, માસ્ક સહિતની વ્યવસ્થા અને માર્ગદર્શન બાબતે પણ ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી વિશાલ ભટ્ટ, નાયબ વનસંરક્ષક રેણુકાબેન દેસાઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

‘ઓઢણી ઓઢું-ઓઢુંને ઉડી જાય’ નહીં, રેઈનકોટ પહેરી-પહેરીને કરીશું ગરબા…!

Charotar Sandesh

ડિગ્રીને શું ધોઇ પીવી છે? નોકરી મળતી નથી : યુવાનોએ પ્રમાણપત્ર નદીમાં પધરાવ્યા…

Charotar Sandesh

રિક્ષાચાલકે 18 હજાર રૂપિયાનો ટ્રાફિક મેમો મળવાથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો…

Charotar Sandesh