Charotar Sandesh
ગુજરાત

મા.અને ઉ.માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ વેબસાઈટ પર મુકાઈ…

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે.ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ ઓનલાઈન મૂકવામાં આવી છે. મા.અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ વેબસાઈટ પર મુકાઈ છે. વિદ્યાર્થીઓએ નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બોર્ડની સૂચનાનું પાલન કરવું પડશે. હવે નવી હોલ ટિકીટ આવતા જૂની હોલ ટિકિટ પરીક્ષા માટે માન્ય નહીં ગણાય. ૨૪ ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટીકીટ ઓનલાઇન મુકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઈટ પર નવી હોલ ટિકીટ મૂકાઈ છે. તમને જણાવીએ કે કોવિડના કારણે બેઠક વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
વિધાર્થીઓને નવી હોલ ટીકીટ ડાઉનલોડ કરવા બોર્ડની સૂચના પણ આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ઇમેઇલ ૈઙ્ઘ, એપ્લિકેશન નંબર અથવા જન્મ તારીખના આધારે નવી હોલ ટીકીટ ડાઉનલોડ થઈ શકશે. નવી હોલ ટિકીટ આવતા હવે જૂની હોલ ટીકીટ પ્રવેશ માટે માન્ય રહેશે નહિ. પ્રવેશ સમયે આઈડી પ્રુફ સાથે રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તમને જણાવીએ કે ૨૪ ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાનાર છે.
ગુજકેટના ઉમેદવારોએ હોલ ટિકિટ લેવા માટે વેબસાઈટ ખ્તેદ્ઘષ્ઠીં.ખ્તજીહ્વરં.ૈહ, ખ્તજીહ્વરં.ૈહ અથવા ખ્તજીહ્વર્.ખ્તિ પરથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સાંજના ૬ વાગ્યાથી ડાઉનલોડ કરી શકશે. જેમાં ગુજકેડ-૨૦૨૦માં માટે કરેલા આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ-ડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર નાંખીને હોલ ટોકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ હોલ ટિકિટ સર્ચ કરી અને જન્મ તારીખની વિગતો ભરીને ડાઉનલોડ કરી શકશે.

Related posts

રાજ્યમાં ૨૧ જાન્યુ.ની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના…

Charotar Sandesh

એલઆરડી પરિણામ : વેટિંગ લિસ્ટમાં નામ હોવાથી ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો…

Charotar Sandesh

ભર શિયાળે માવઠું…!! કચ્છ-દ્વારકામાં કમોસમી વરસાદ…

Charotar Sandesh