Charotar Sandesh
ગુજરાત

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની ઓફિસોમાં કોરોનાની એન્ટ્રી થતાં ખળભળાટ…

ગાંધીનગર : ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઓફિસોમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. મુખ્યમંત્રીના નાયબ માહિતી નિયામક કોરોના સંક્રમિત થયા છે.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના કાર્યાલયમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે. નિતિન પટેલના કાર્યાલયમાં ત્રણ કેસ નોંધાયા છે. બે કમાંડો અને એક પ્યુન કોરોના સંક્રમિત થયા છે. અન્ય કર્મચારીઓના પણ ટેસ્ટ કરાઈ રહ્યા છે.
આ સિવાય રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુની ઓફિસમાં પણ અગાઉ અધિકારી-કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યના કૃષિ મંત્રી આર સી ફળદુ હોમ કવોરંટાઇન થયા છે. તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા હોમ કવોરંટાઇન થયા છે. આર સી ફળદુના ગાર્ડ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
ઉપરાંત ગૃહમંત્રી અને મહેસૂલ મંત્રીનો સ્ટાફ પણ કોરોનામાં સપડાયો છે. મંત્રી પછી કાર્યાલયના કર્મચારીઓને કોરોના થયો છે. મહેસૂલ મંત્રીના પીએસ ઉપરાંત છ કર્મચારી, ગૃહમંત્રીના ચાર કર્મચારી-બે કમાન્ડોને કોરોના થયો છે. ગૃમંત્રી પ્રદિપસિંહ જાડેજાાના કાર્યાલયમાં પણ સંક્રમણનું પ્રમાણ વધ્યુ છે. પ્રદીપસિંહ જાડેજા સહિત ૭ લોકો કોરોના સંક્રમિત થયા છે. મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત કાર્યાલયમાં કામ કરતા ૪ કર્મચારીઓ અને સુરક્ષામાં તૈનાત ૨ કમાંડો સહિત કુલ ૭ લોકો કોરોના સંક્રમિત થયા છે.

Related posts

અમદાવાદમાં માસ્ક વિના ફરતા શહેરીજનો પાસેથી ૫ દિવસમાં ૯૭.૭૩ લાખનો દંડ વસૂલાયો…

Charotar Sandesh

૧૯૦૦ કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનશે…

Charotar Sandesh

પાલિકા અને પંચાયતોમાં પ્રચાર પડઘમ થયો શાંત : ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાને…

Charotar Sandesh