Charotar Sandesh
ઈન્ડિયા

યુપી કરતા છત્તીસગઢમાં બનેલી રેપની ઘટના નાનીઃ કોંગ્રેસ મંત્રીની જીભ લપસી

રાયપુર : હાથરસ રેપ કાંડ પછી પણ દેશમાં બીજા રાજ્યોમાં પણ મહિલાઓ પરના અત્યાચાર અને રેપની ઘટનાઓ રોકાઈ રહી નથી.છત્તીસગઠના બલરામપુરમાં પણ રેપની ઘટના બન્યા બાદ હવે ભાજપે કોંગ્રેસની રાજ્ય સરકારને ઘેરી છે.
રેપ પર પૂર્વ સીએમ અને ભાજપના નેતા રમણસિંહે સવાલ કર્યો તો કોંગ્રેસની સકારના મંત્રી શિવ ઘહરિયાની જીભ લપસી ગઈ હતી.તેમણે કહ્યુ હતુ કે, છત્તીસગઢના રેપની ઘટના કરતા હાથરસ રેપની ઘટના ઘણી મોટી છે.એક પ્રેસ કોન્ફરન્સમાં તેમને સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, અમારે ત્યાં જે ઘટના બની છે તે હાથરસ જેવી ઘટના નથી.આ તો નાનો બનાવ બન્યો છે.ભાજપને તો છત્તીસગઢ સરકારની ટીકા કરવા સિવાય બીજુ કોઈ કામ નથી.
જોકે આ નિવેદન બાદ હવે રમણ સિંહે કોંગ્રેસના મંત્રી પર નિશાન સાધતા કહ્યુ છે કે, આ વિકૃતિ માનસિકતાનો પૂરાવો છે કે, છત્તીગઢની દીકરીઓ સાથે થતા રેપની ઘટના નાની લાગે છે.રાહુલ ગાંધી સ્પષ્ટતા કરે કે, છત્તીસગઠમાં થઈ રહેલા રેપના બનાવો તમને પણ નાના લાગે છે…આવી વિચારધારા ધરાવતા મંત્રીને તમે આજે હટાવશો કે કાલે
દરમિયાન મંત્રી શિવ ઘહરિયાએ કહ્યુ હતુ કે, રમણસિંહ કેમ યુપીની ઘટના પર બોલતા નથી.છત્તીસગઢના બલરામપુરમાં તો નાની ઘટના બની છે.જોકે એ પછી મંત્રીએ સફાઈ આપી હતી કે, મેં ક્યારેય રેપના બનાવને હળવાશથી લેવાની વાત કરી નથી.મેં તો રેપ થયા બાદ જે ઘટનાક્રમ સર્જાયો હતો તેને લઈને મંતવ્ય આપ્યુ હતુ.

Related posts

િહન્દુ યુવતીઓનું બળજબરીથી ધર્માંતરણ થયુ નથીઃ પાક. હાઈકોર્ટ

Charotar Sandesh

ધર્મનિરપેક્ષતા વૈશ્વિક સ્તરે ભારત માટે મોટો ખતરો : યોગી આદિત્યનાથ

Charotar Sandesh

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં અગ્નિકાંડ : ૧૦ નવજાત બાળકોના મોત…

Charotar Sandesh