Charotar Sandesh
ગુજરાત

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સુરક્ષામાં કરાયો વધારો, અપાઈ ઝેડ સુરક્ષા…

ગાંધીનગર : રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને “ઝેડ” કેડરની સુરક્ષા અપાઈ છે. કારણ કે, ગોધરાકાંડથી રાજ્યના ગૃહમંત્રી રાજકીય ક્ષેત્રમાં એક્ટિવ હોવાના પગલે તેમને આ સુરક્ષા અપાઈ હોવાનું માનવામાં આવે છે. અન્ય કારણમાં જોઈએ તો, આગામી ચૂંટણીને અનુસંધાને સલામતીને ધ્યાનમાં રાખી તેમને સુરક્ષા અપાઈ છે. વધુમાં તેઓ રાજ્ય બહાર પ્રવાસ કરતા હોવાના કારણે “ઝેડ” કેડરની સુરક્ષા અપાઈ છે. ગુપ્તચર વિભાગના ઇનપુટના આધારે રાજ્ય પોલીસવડાના આદેશથી સુરક્ષામાં વધારો કરાયો છે.સામાન્ય રીતે “ઝેડ” કેડરની સુરક્ષા તેને જ અપાય છે,
જેની ઉપર આતંકી હુમલો અથવા તો નેશનલ થ્રેટ થવાની શક્યતાઓ રહેલી હોય તેમને જ આ સુરક્ષા આપવામાં આવે છે. અહીં એ પણ વાત ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ભાજપના દિગ્ગજ નેતા ગરધન ઝડફીયા પર આતંકી હુમલો કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો, ત્યારે નેતાઓ પર જોખમ વધતા તેમની સુરક્ષામાં વધારો કરાય છે.
આ જ ક્રમમાં પ્રદીપ સિંહ જાડેજાને પણ સુરક્ષા અપાઈ છે અને તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, પ્રદીપ સિંહ જાડેજા અમદાવાદના વટવા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી ૧૨, ૧૩ અને ૧૪મી વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા છે. આ સાથે જ તેઓ હાલમાં ગુજરાત સરકારમાં ગૃહ વિભાગ, કાયદા મંત્રી અને સુરક્ષા મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. ઝેડ સુરક્ષામાં ૨૨ સુરક્ષાકર્મી હોય છે. જેમાં પાંચ એનએસજી કમાંડો દરેક સમયે તેમની સાથે રહે છે. જેમાં આઈટીબીપી અને સીઆરપીએફના અધિકારીઓ સુરક્ષામાં લગાવે છે. આ સુરક્ષામાં ઇસકોઉંર્ટ અને પાયલટ વાહન પણ આપવામાં આવે છે. સાથે જ સ્થાનિક પોલીસને પણ તૈનાત કરવામાં આવે છે.

Related posts

મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટ સિવિલમાં ગોરખધંધો, ૯ હજાર આપો તુરંત બેડ મેળવો…

Charotar Sandesh

કેમિકલકાંડમાં ગૃહ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી : PI-PSI-DYSP સહિત છ સસ્પેન્ડ, પોલિસબેડામાં ખળભળાટ

Charotar Sandesh

સિવિલમાં ટેસ્ટ કરાવ્યો તો નેગેટિવ, ખાનગી લેબમાંથી રીપોર્ટ પોઝિટિવ… સાચું કોણ?

Charotar Sandesh