Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન : રસી લેનારે કહ્યું – ‘કીડી કરડે એટલી જ અસર થઇ’

અમદાવાદ : દેશભરમાં પીએમ મોદીના સંબોધન બાદ કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થયો છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તથા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઊભાં કરાયેલાં બૂથ પર હાજર રહ્યા હતા. લોકોમાં રસીકરણ અંગે વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારમાં સેવા બજાવતા સિનિયર ડોક્ટર્સ પ્રથમ રસી લીધી છે. અમદાવાદમાં રસીનો પહેલો ડોઝ એમઆઈસીના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન અને નવીન ઠાકરને આપવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં કુલ ૪.૩૧ લાખ હેલ્થવર્કરોને આ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવશે. સિવિલ સુપરિન્ટેન્ડન્ટ જે.પી.મોદીએ પણ આજે કોરોના રસી લીધી છે.
જેમણે આજે વેક્સિન લીધા બાદ જણાવ્યું હતું કે, આજે સિવિલ હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઘણા સિનિયર ડૉક્ટર પણ વેક્સિન લીધી હતી. મેં સિવિલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે આજે વેક્સિન લીધી હતી. કીડી કરડે એટલી જ અસર થઇ હતી. વેક્સિનથી કોઈ ડરવાની જરૂર નથી, અત્યાર સુધી કોઈને આડ અસર નથી, દરેકે વેક્સિન લેવી જોઈએ. આ સાથે જ અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર મોના દેસાઈ, આઈઆઈપીએચના ડાયરેક્ટર દિલીપ માંઉલનકર તથા નર્સ ટિ્‌વન્કલ દેસાઈએ પણ વેક્સિન લીધી હતી. એનએચએલ કોલેજના ડીન ડૉ. પ્રતિક પટેલે એસવીપી હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી. નોંધનીય છે કે,
ગુજરાત સરકારે નક્કી કરેલા લક્ષ્યાંક પ્રમાણે આ માસના અંત સુધીમાં જ તમામ આરોગ્યકર્મચારીઓને આ રસી આપી દેવાનું આયોજન છે અને આવતા મહિનેથી પોલીસ, મહેસૂલ તથા પંચાયતના ફ્રન્ટલાઇનવર્કર્સ તથા ૫૦થી વધુ વયના લોકોને રસી આપવાનું શરૂ કરાશે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે નક્કી કરેલા લક્ષ્યાંક પ્રમાણે આ માસના અંત સુધીમાં જ તમામ આરોગ્યકર્મચારીઓને આ રસી આપી દેવાનું આયોજન છે અને આવતા મહિનેથી પોલીસ, મહેસૂલ તથા પંચાયતના ફ્રન્ટલાઇનવર્કર્સ તથા ૫૦થી વધુ વયના લોકોને રસી આપવાનું શરૂ કરાશે.

Related posts

વલસાડ બેઠકના ઉમેદવારે સોશિયલ મીડિયામાં આર્થિક મદદ કરવા અપીલ કરી

Charotar Sandesh

અશાંતધારા કાયદાનો ભંગ કરનારને ૩ થી ૫ વર્ષની થશે જેલ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી…

Charotar Sandesh

અંબાજી અકસ્માત : મૃતકોના પરિવારને રૂ. ૧૦ લાખની સહાય કરવા અમિત ચાવડાની માંગ…

Charotar Sandesh