Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ૨૯ અને ૩૦ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના…

ગાંધીનગર : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ૨૯ અને ૩૦ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં ૨૯ ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે ૩૦ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયા વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી આગામી ૨૯ અને ૩૦ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વેલમાર્ક લૉ પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ફરી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચમાંથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગના મત અનુસાર શનિવારે રાજ્યના સુરત,નવસારી, વલસાડ, તો રવિવારે આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર ,બોટાદ,વડોદરા, ભરૂચ સુરત પોરબંદર દ્વારકા કચ્છમાં ભારે વરસાદ વરસે તેવી શક્યાતાઓ વર્તાઈ રહી છે. ત્યારે બીજી તરફ સોમવારે રાજકોટ જુનાગઢ પોરબંદર મોરબી દ્વારકા બનાસકાંઠા આણંદ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

Related posts

વડાપ્રધાન મોદી આવતીકાલે કેવડિયા માટે ૮ નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે…

Charotar Sandesh

અકસ્માત વખતે પીડિત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાને બદલે તેમના ફોટો પાડનારા લોકો વિરુદ્ધ હવે પોલીસ કેસ થશે…

Charotar Sandesh

‘વાયુ’ વાવાઝોડાને કારણે ખેડૂતોમાં આનંદની લહેર, વાવેતર ચારગણું વધ્યું

Charotar Sandesh