Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ૫ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે કરી આગાહી…

અમદાવાદ : છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ છેલ્લા ૨૪ કલાકથી ઠંડીનું જોર ઘટ્યું છે. જેના કારણે લોકોને રાહત મળી છે.રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે તાપમાન ઊંચું નોંધાયું છે. લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થશે. આગામી બે દિવસ પવનની દિશા યથાવત રહશે અને તાપમાનમાં પણ યથાવત રહશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, બે દિવસ બાદ એટલે કે ૫ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના ઇન્ચાર્જ મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે.અને ઠંડીનું જોર વધશે.તો કચ્છમાં ૫ અને ૬ ફેબ્રુઆરીના કોલ્ડ વેવની આગાહી કરવા આવી છે. તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે શિયાળામાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે. પરંતુ ચાલુ વર્ષે તો દરિયા કિનારા વિસ્તારોમાં પણ લઘુતમ તાપમાન નીચું રહ્યું છે અને કોલ્ડ વેવની સ્થિતિ રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, ૧૧ ફેબ્રુઆરી સુધીમાં વારંવાર વાતાવરણ પલટશે.ક્યારે ઠંડી વધશે તો ક્યારે વાદળ છાયું વતવારણ રહશે તેમજ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.જોકે ધૂમમ્સ ના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે.પરંતુ ખેડૂતો પણ વારંવાર વતવારણમાં આવતા પલટાના કારણે પરેશાન થઈ રહ્યા છે.

Related posts

પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે : મુખ્યમંત્રી રૂપાણી

Charotar Sandesh

દિવાળીના દિવસે જ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના…

Charotar Sandesh

પેટાચૂંટણીમાં કારમી હાર બાદ રાજીનામું આપવા ધાનાણી અને પ્રમુખ ચાવડાએ દર્શાવી તૈયારી…

Charotar Sandesh