Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

રાહત : આણંદ જિલ્લામાં કોરોનાનો માત્ર ૧ કેસ નોંધાયો : રાજ્યમાં આજે નવા ૧૩૮ કેસો…

  • ગુજરાતમાં 98 દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસ ઘટી 5000થી ઓછા થયા : આજે 138 નવા દર્દી…
  • ૨૪ કલાકમાં ૪૮૭ દર્દીઓ સાજા થયા : ૩ના મોત બાદ કુલ મૃત્યુઆંક ૧૦૦૪૦ થયો…
  • હાલ ૪૮૦૭ એક્ટિવ કેસ કુલ ૮.૨૨ લાખ સંક્રમિતોમાંથી ૮૦૭૯૧૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : રિકવરી રેટ ૯૮.૨૦ ટકા થયો…
  • રસીકરણની વાત કરે તો રાજ્યમાં આજે 4,48,153 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેની સાથે રાજ્યમાં રસીકરણનો આંક 2,34,57,715 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં 98 દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસ ઘટી 5000થી ઓછા થયા છે. છેલ્લે 16 માર્ચના રોજ 4966 એક્ટિવ કેસ હતા ત્યારબાદ બીજી લહેરમાં નવા કેસો વધતા એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી પણ વધુ થઈ ગઈ હતી. આજે 138 નવા દર્દીઓ નોંધાયા છે જેની સામે 400થી વધુ દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં 4807 એક્ટિવ કેસ છે. કુલ 8.22 લાખ સંક્રમિતોમાંથી 807911 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રિકવરી રેટ 98.20 ટકા થયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 138 કેસો નોંધાયા છે અને 3 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 487 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 81 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 4726 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 10040 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 822763 પર પહોંચ્યો છે.

● રાજ્યમાં આજે 11 જિલ્લામાં એક પણ કેસ નહીં…

ગુજરાતના 11 જિલ્લામાં આજે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગ, ખેડા, મહિસાગર, પંચમહાલ અને પાટણમાં કોઇ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે શૂન્ય કેસ રહ્યા છે. જ્યારે રાજયના 7 જિલ્લા આણંદ, ભરૂચ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સાબરકાંઠા અને તાપીમાં માત્ર એક-એક કેસ જ નોંધાયા છે.

Related posts

Wishing you a birthday filled with love passion and success you deserve

Charotar Sandesh

નાણાં ધીરનાર શાહુકારોના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા થઈ ઓનલાઈન

Charotar Sandesh

આણંદ શહેરમાં કોરોનાના ચિંતાજનક વધારા સાથે હવે ગ્રામ્યમાં પણ પગપેસારો : બપોર સુધી ૧ર કેસો…

Charotar Sandesh