Charotar Sandesh
બોલિવૂડ

રિયા ચક્રવર્તી ગાયબઃ બિહાર પોલીસ લૂટ આઉટ નોસિ જાહેર કરે તેવી શક્યતા

મુંબઇ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના મામલામાં બિહાર પોલીસે હવે ગતિ પકડી છે.સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી માટે પોલિસને કેટલીક બાબતો શંકાસ્પદ લાગી રહી છે. જેમકે તેનો ફોન પર પણ સંપર્ક થઇ રહ્યો નથી અને પરિવાર સાથે ફરાર છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર બિહાર પોલિસ રિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવાના છે. આગળની રણનીતિ તૈયાર કરવા માટે ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ બેઠક કરી હતી.
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે બિહાર પોલિસ અધિકારીઓને આગળની રણનીતિ સમાવશે અને રિયા વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરશે.

બિહાર પોલિસને મુંબઇ પોલિસ પાસેથી સહયોગ ન મળવા પર ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ બેઠક બોલાવી અને આગળની વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. તેમણે કહ્યું કે આ કેસ ભારત દેશના કરોડો લોકોની ભાવનાઓ સાથે સંકળાયેલો છે. માટે તેમાં કોઇ ભૂલ ન રહી જવી જોઇએ.

Related posts

‘તેરી મિટ્ટી’ સોન્ગમાં પરિણીતી ચોપરાએ પોતાનો અવાજ આપ્યો

Charotar Sandesh

અનિલ કપૂરના પુત્ર અંગે તાપસી બોલી : ‘પપ્પાના કારણે બીજી ફિલ્મ મળી’

Charotar Sandesh

એસિડ એટેકનો વીડિયો બનાવનાર ફૈઝલનું ટિકટોક એકાઉન્ટ બૅન…

Charotar Sandesh