Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૫૦ અબજ ડૉલરનો માર્કેટ કેપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની…

મુંબઇ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સોમવારે શૅર બજારમાં કારોબારની શરૂઆત તેજી સાથે થતાં ૧૫૦ અબજ ડૉલરનું માર્કેટ કેપ પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય કંપની બની ગઈ. બીએસઇમાં સોમવારે કારોબારની શરૂઆતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્કેટ કેપ ૨૮,૨૪૮.૯૭ રૂપિયા વધીને ૧૧,૪૩,૬૬૭ કરોડ રૂપિયા (૧૫૦ અબજ ડૉલર) પર પહોંચી ગયો.

બીએસઇ શૅર બજારનો સેન્સેક્સમાં અગત્યનું સ્થાન ધરાવતી આ કંપનીના શૅરનું મૂલ્ય શરૂઆતમાં ૨.૫૩ ટકા વધીને ૧,૮૦૪.૧૦ રૂપિયાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો. બીજી તરફ, એનએસઇમાં પણ તે ૨.૫૪ ટકા વધીને ૧,૮૦૪.૨૦ રૂપિયા પર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ પહેલા શુક્રવારે ૧૧ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપના આંકડાને પાર કરનારી પહેલી ભારતીય કંપની બની ગઈ હતી.

કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની ઓઇલથી લઈને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં કારોબાર કરનારી કંપનીને સંપૂર્ણ પણે દેવા મુક્ત થઈ જવાની જાહેરાત બાદ બજારમાં કંપનીનો શૅર ૬ ટકાથી વધુ ઊંચે ગયો અને તેનું માર્કેટ કેપ ૧૧ લાખ કરોડ રૂપિયાના આંકડાને પારી કરી ગયો.

મુકેશ અંબાણીએ કહ્યું કે રાઇટ ઇશ્યૂ દ્વારા અને મુખ્ય વૈશ્વિક રોકાણકારોને આંશિક હિસ્સેદારીનું વેચાણ કરી કંપનીએ છેલ્લા બે મહિના દરમિયાન ૧.૬૯ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ત્યારબાદ કંપની શુદ્ધ રીતે દેવા મુક્ત થઈ ગઈ. કંપનીએ ખૂબ ઓછા સમયમાં હિસ્સેદારી વિભિન્ન વૈશ્વિક રોકાણકારોને વેચીને ૧.૧૫ લાખ કરોડ રૂપિયા અને રાઇટ ઇશ્યૂ દ્વારા ૫૩,૧૨૪.૨૦ કરોડ રૂપિયા એકત્ર કરીને કુલ ૧.૬૯ લાખ કરોડ રૂપિયા એકત્ર કરી લીધા છે. કંપનીનો શૅર આ વર્ષે અત્યાર સુધીમાં ૧૯ ટકાથી વધુ ઊંચી ચઢ્યો છે.

Related posts

ભારતીય સેના આક્રમક : ૪થી ૫ આતંકીઓને ફાયરિંગ કરી ખદેડ્યા…

Charotar Sandesh

આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે પોસ્ટ ઓફિસે ૧૦ દિવસમાં ૧ કરોડ રાષ્ટ્ર ધ્વજ વેચ્યા

Charotar Sandesh

મર્જરના વિરોધમાં સરકારી બેન્કોની ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે હડતાળ…

Charotar Sandesh