Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

રિલાયન્સે જિયો પ્લેટફોર્મનો હિસ્સો વેચી બે મહિનામાં ૧.૪ લાખ કરોડ એકત્ર કર્યા…

મુંબઇ : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની મહાકાય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના ડિજિટલ યુનિટ જિયો પ્લેટફોર્મમાં જાણીતા રોકાણકારોને સામાન્ય હિસ્સો વેચીને આઠ સપ્તાહ કરતાં ઓછા સમયગાળા દરમિયાન રૂ.૧.૦૪ લાખ કરોડ એકત્ર કર્યા છે. શનિવારે સાંજે તેણે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની ટીજીપીને ૪,૫૪૬.૮૦ કરોડમાં ૦.૯૩ ટકા હિસ્સો તથા પ્રાઇવેટ ઇક્વિટી કંપની એલ કેટર્ટનને ?૧,૮૯૪.૫૦ કરોડમાં ૦.૩૯ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી.

આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે જિયો પ્લેટફોર્મનો ૨૨.૩૮ ટકા હિસ્સો ફેસબૂક સહિતના રોકાણકારોને વેચી દીધો છે અને આઠ સપ્તાહ કરતાં ઓછા સમયગાળા દરમિયાન ૧,૦૪,૩૨૬.૯૫ કરોડ અંકે કરી દીધા છે, તેમ કંપનીના એક નિવેદનમાં જણાવાયું હતું.તેમણે જણાવ્યું હતું કે જિયો પ્લેટફોર્મમાં કરવામાં આવેલું રોકાણ તેને ૫.૧૬ લાખ કરોડનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય આપે છે.

નોંધનીય છે કે ૨૨ એપ્રિલના રોજ ફેસબૂકે ૪૩,૫૭૩.૬૨ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી ત્યારથી અત્યાર સુધીમાં આ કંપનીમાં રોકાણ માટે જાણે હોડ લાગી હતી. વિશ્વ જ્યારે કોરોના વાઇરસની તીવ્ર અસરનો સામનો કરી રહ્યું છે અને તેને પરિણામે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે તેવા સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફેસબૂક ઉપરાંત વિશ્વના અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ પાવરહાઉસિસને આકર્ષિત કરવામાં સફળતા મેળવી છે.

Related posts

૪ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છતાં સુપડા સાફ : મોદીનો જાદુ છવાયો

Charotar Sandesh

ખેડૂતોનું સમર્થન કરતા પંજાબના ૧૦થી વધુ આઢતિયાઓના ઠેકાણાઓ પર આઇટીના દરોડા…

Charotar Sandesh

દુનિયાભરમાં રસી લઈને જાય છે વિમાન, સાથે લાવે છે ભારત પ્રત્યે ભરોસો અને આશીર્વાદ : વડાપ્રધાન

Charotar Sandesh