Charotar Sandesh
બોલિવૂડ

રીતિક-કંગના ઈમેલ કેસઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચ રીતિક રોશનને સમન્સ પાઠવશે…

મુંબઈ : મુંબઈ ક્રાઈમ બ્રાંચની ’ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ’ રીતિક રોશનને ટૂંક સમયમાં સમન્સ પાઠવશે. સીઆઈયુ રીતિકને આ સમન્સ કંગના રનૌત સાથે જોડાયેલા ઈમેલ કેસના સંદર્ભમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ વાતની માહિતી સીઆઈયુ સાથે જોડાયેલા સૂત્રોએ આપી હતી. રીતિક તથા કંગના વચ્ચે ચાલતા આ પાંચ વર્ષ જૂના કેસને ડિસેમ્બર, ૨૦૨૦માં સીઆઈયુને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પહેલાં કેસની તપાસ સાયબર પોલીસ કરતી હતી. સીઆઈયુ સાથે જોડાયેલા સૂત્રોના મતે, રીતિકને આ અઠવાડિયે ક્રાઈમ બ્રાંચની ઓફિસ બોલાવવામાં આવશે અને તેનું નિવેદન લેવાશે.
રીતિક બાદ કંગનાનું નિવેદન પણ લેવામાં આવશે. ૨૦૧૬માં રીતિકે કંગના વિરુદ્ધ એફઆઈઆર કરી હતી અને કહ્યું હતું કે કંગનાના અકાઉન્ટમાંથી ૧૦૦થી વધુ ઈમેલ તેને કરવામાં આવ્યા હતા. રીતિકની એફઆઈઆર પ્રમાણે, તેને ૨૦૧૩થી ૨૦૧૪ સુધી અનેક ઈમેલ મળ્યા હતા. ત્યારબાદ ૨૦૧૬માં તેણે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. આ તમામ મેલ કંગનાના ૈંડ્ઢથી મોકલવામાં આવ્યા હતા.
રીતિક તરફથી આ કેસ કોઈ અજાણી વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. આ કેસ આઈપીસી આર/ડબલ્યુ ૬૬ સી અને ડીની કલમ ૪૧૯ હેઠળ કરવામાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમાણે, સીનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને પત્ર લખીને ડિમાન્ડ કરી હતી કે આ કેસની તપાસમાં હજી સુધી કંઈ પ્રોસેસ થઈ નથી. ત્યારે કમિશ્નરે કેસ સાયબર સેલમાંથી સીઆઈયુને ટ્રાન્સફર કરી દીધો હતો.

Related posts

પાયલ ઘોષે કહ્યું, મારો પરિવાર મુસ્લિમના હાથનું પાણી પણ પીતો નથી, થઇ ટ્રોલ

Charotar Sandesh

બિગ બોસ ઓટીટી શોમાં શમિતા શેટ્ટીની એન્ટ્રી, લોકો થયા નારાજ

Charotar Sandesh

ઋષિ કપૂર અને ઈરફાન ખાનને અમૂલ બટરે વિજ્ઞાપન દ્વારા શ્રદ્ધાંજલિ આપી…

Charotar Sandesh