Charotar Sandesh
ગુજરાત

રૂપાણીની ગુંડાઓને ચેતવણી : ગુંડાગર્દી છોડો નહિ તો ગુજરાત છોડવું પડશે…

આજની કેબિનેટમાં ગુંડા વિરોધી એક્ટનો પ્રસ્તાવ લવાશે…

ગુંડાગીરી કરનારા તત્વોને થશે ૧૦ વર્ષની જેલ, મિલકત જપ્ત સુધીની જોગવાઇ, પોલીસની સત્તા પણ વધારાશે…

ગાંધીનગર : ગુજરાતમાં ગુંડાગીરી કરવી હવે અસામાજિક તત્વોને ભારે પડી શકે છે. રૂપાણી સરકાર એક અલગથી તેના માટે કાયદો બનાવવા જઈ રહી છે. સીએમ વિજય રૂપાણી તેમની કેબિનેટની બેઠકમાં ગુંડા વિરોધી એક્ટનો પ્રસ્તાવ લાવશે. ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ ઍક્ટમાં કોઈ પણ વ્યક્તિ ગુંડાગીરી કરતો ઝડપાશે તો તેની મિલકત જપ્ત કરવામાં આવશે. એટલું જ નહીં, ગુંડાગીરી કરનારાને ૧૦ વર્ષની સખત કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગુંડાઓ સામેના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ પણ રચાશે. ગુનો નોંધતા પહેલા રેન્જ ૈંય્ અને કમિશનરની મંજૂરી જરૂરી હોવાનું આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. સાક્ષીઓને પુરતું રક્ષણ પણ આપવામાં આવશે. બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ગુંડારાજ વિરોધીનો પ્રસ્તાવ રજૂ કરશે.
આ મામલે મુખ્યમંત્રીએ ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. ત્યારે ગુજરાતમાં હવે ગુંડાગર્દી કરનારાઓની ખેર નથી. કારણ કે, હવેથી ગુંડાગર્દી કરનારાઓ પર કાયેદસરની કાર્યવાહી થશે અને તેમની મિલકત પણ ટાંચમાં લઈ શકાશે.

આ ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓઃ
– ગુંડાગીરી કરનારા તત્વોને ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને ૫૦ હજાર રૂપિયાનો દંડ કરાશે.
– ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે.
– ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે.
– સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે.
– ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક.
– દારૂનો વેપાર-જુગાર-ગાયોની કતલ-નશાનો વેપાર-અનૈતિક વેપાર-માનવ વેપાર-બનાવટી દવાનું વેચાણ-વ્યાજખોરી-અપહરણ-ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે.
– પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત-સલામત-સુરક્ષિત-સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા.
– રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા- જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા-હિંસા-ધાકધમકી-બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીએ નિશ્ચય કર્યો છે.
– ગુંડાઓ-જમીન કૌભાંડકારો-ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત-નેસ્તનાબૂદ કરવાનો વિજય રૂપાણીનો નક્કર અભિગમ.

Related posts

ઈતિહાસમાં પહેલી વખત આ વર્ષે પહેલીવાર રાવણ દહન નહીં થાય…

Charotar Sandesh

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ : અમદાવાદની ડીપીએસ ઈસ્ટ સ્કૂલની માન્યતા કરાઈ રદ…

Charotar Sandesh

ફરી મોંઘવારીનો ડોઝ શરૂ : દૂધ-પેટ્રોલ-ડીઝલ બાદ હવે ગેસ સિલિન્ડરમાં રૂપિયા ૫૦નો વધારો

Charotar Sandesh