Charotar Sandesh
ઈન્ડિયા

રેલ્વેમાં મુસાફરોની અછત, અનેક ટ્રેનો અનિશ્ચિત સમય માટે રદ…

ન્યુ દિલ્હી : ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનોને રદ કરી છે. જો તમે પણ ક્યાંક જવા માટે ટિકિટ કરાવી છે, તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મુસાફરી કરતા પહેલા, તમારે તમારી ટ્રેનની સ્થિતિ તપાસવી લેવી જોઇએ. જો તમે આ નહીં કરો તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દક્ષિણ રેલ્વે અને સેન્ટ્રલ રેલ્વેએ ટ્‌વીટ કરીને આ વિશે માહિતી આપી છે. સેન્ટ્રલ રેલ્વેએ ૨૭ એપ્રિલથી ૧૧ મે સુધી ઘણી ટ્રેનોને રદ કરી છે. તે જ સમયે, દક્ષિણ રેલ્વેએ ૨૯ એપ્રિલથી બીજા ઓર્ડર સુધી કેટલીક ટ્રેનોને રદ કરી દીધી છે.

દક્ષિણ રેલ્વેએ એક ટિ્‌વટમાં લખ્યું છે કે, ટ્રેનમાં મુસાફરોની ઓછી સંખ્યાને કારણે બે વિશેષ ટ્રેનો રદ કરવામાં આવી છે. પ્રથમ ટ્રેન ૦૭૧૦૭ છે જે મડગાવથી મેંગ્લોર સેન્ટ્રલ સુધી જાય છે. આ ટ્રેન ૨૯ એપ્રિલ ૨૦૨૧થી અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી રહી છે. હવે પછી આ વિશેષ ટ્રેન ક્યારે શરૂ થશે, આ અંગેની માહિતી મુસાફરોને આપવામાં આવશે. આ સિવાય બીજી એક વિશેષ ટ્રેન ૦૭૧૦૮ છે જે મેંગલોર સેન્ટ્રલથી મડગાવ સુધી ચાલે છે. મુસાફરોની અછતને કારણે આ ટ્રેન પણ ૨૯ એપ્રિલથી અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે.

સેન્ટ્રલ રેલવે દ્વારા ટ્રેનો કેન્સલ કરવામાં આવી
૦૨૧૦૯/૦૨૧૧૦ મુંબઇ-મનમાડ-મુંબઇ સ્પેશિયલ ટ્રેન ૨૭ એપ્રિલથી ૧૦ મે ૨૦૨૧ સુધી રદ કરવામાં આવી હતી.
૦૨૦૧૫/૦૨૦૧૬ મુંબઈ-પુણે-મુંબઇ સ્પેશિયલ ટ્રેન ૨૭ એપ્રિલથી ૧૦ મે ૨૦૨૧ સુધી રદ કરવામાં આવી હતી.
૦૨૧૧૩ પુણે-નાગપુર ત્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન ૨૮ એપ્રિલથી ૧૦ મે દરમિયાન રદ કરવામાં આવી છે.
૦૨૧૧૪ નાગપુર-પુણે ત્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન ૨૭ એપ્રિલથી ૯ મે દરમિયાન રદ કરવામાં આવી છે.
૦૨૧૮૯ મુંબઇ-નાગપુર સ્પેશિયલ ટ્રેન ૨૮ એપ્રિલથી ૧૧ મે સુધી અને ટ્રેન નંબર ૦૨૧૯૦ નાગપુર-મુંબઇ સ્પેશિયલ ટ્રેન ૨૭ એપ્રિલથી ૧૦ મે દરમિયાન રદ કરવામાં આવી છે.
૦૨૨૦૭ મુંબઇ-લાતુર સપ્તાહ માં ૪ દિવસ ૨૭ એપ્રિલથી ૧૦ મે સુધી અને ૦૨૨૦૮ લાતૂર-મુંબઈ સપ્તાહમાં ૪ દિવસ ૨૮ એપ્રીલથી ૧૧ મે સુધી કેન્સલ રહેશે,
૦૨૧૧૫ મુંબઈ-સોલાપુર સ્પેશિયલ ટ્રેન ૨૮ એપ્રિલથી ૧૧ મે દરમિયાન રદ કરવામાં આવી છે અને ટ્રેન નંબર ૦૨૧૧૬ સોલાપુર-મુંબઇ સ્પેશિયલ ટ્રેન ૨૭ એપ્રિલથી ૧૦ મે દરમિયાન રદ કરવામાં આવી છે.
૦૧૪૧૧ મુંબઇ-કોલ્હાપુર સ્પેશિયલ ટ્રેન ૨૮ એપ્રિલથી ૧૧ મે દરમિયાન રદ કરવામાં આવશે અને ટ્રેન નંબર ૦૧૪૧૨ કોલ્હાપુર-મુંબઇ સ્પેશિયલ ટ્રેન ૨૭ એપ્રિલથી ૧૦ મે દરમિયાન રદ કરવામાં આવશે.
૦૨૧૧૧ મુંબઈ-અમરાવતી વિશેષ ટ્રેન ૨૮ એપ્રિલથી ૧૧ મે સુધી રદ કરવામાં આવશે અને ૦૨૧૧૨ ટ્રેન ૨૭ એપ્રિલથી ૧૦ મે દરમિયાન રદ કરવામાં આવશે.
૦૨૨૭૧ મુંબઇ-જાલના સ્પેશિયલ ટ્રેન ૨૭ એપ્રિલથી ૧૦ મે દરમિયાન રદ કરવામાં આવી છે અને ટ્રેન નંબર ૦૨૨૭૨ ૨૮ એપ્રિલથી ૧૧ મે દરમિયાન રદ કરવામાં આવી છે.
૦૨૦૪૩ મુંબઈ-બિદર ત્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન ૨૮ એપ્રિલથી ૮ મે સુધી રદ કરવામાં આવી છે અને ૦૨૦૪૪ બિડર-મુંબઇ ટ્રાઇ-સાપ્તાહિક વિશેષ ટ્રેન ૨૯ એપ્રિલથી ૯ મે સુધી રદ કરવામાં આવી છે.

Related posts

કોરોનાનો કાળો કેર : પોઝિટિવ કેસો ૫ હજારને પાર, ૧૪૯ના મોત…

Charotar Sandesh

દેશમાં કોરોનાનાં કેસ ૮૮ લાખને પાર, કુલ મૃત્યુઆંક ૧.૨૯ લાખને પાર…

Charotar Sandesh

‘સૂર્યવંશી’માં નવા વિલન તરીકે અભિમન્યુ સિંહ, અજયનો કેમિયો હશે

Charotar Sandesh