Charotar Sandesh
ઈન્ડિયા

લૉકડાઉન ૪.૦ઃ આરોગ્ય સેતુ એપના નિયમો સરળ બનાવાયા…

ન્યુ દિલ્હી : લોકડાઉનના ચોથા તબક્કાના દિશા-નિર્દેશોમાં સરકારે આરોગ્ય સેતુ એપથી સંકળાયેલા નિયમો સરળ બનાવ્યા છે. સરકારે આ એપને ડાઉનલોડ કરવાની અનિવાર્યતાને ખતમ કરીને એને વૈકલ્પિક બનાવી દીધી છે. આરોગ્ય સેતુ એપને કોરોના વાઇરસ સંક્રમણની નિગરાની માટે વિકસિત કરવામાં આવી હતી.
ગૃહ મંત્રાલયે ગઈ કાલે જાહેર કરેલા નવા દિશા-નિર્દેશોમાં સરકારે એપના લાભો પર વિશેષ ભાર આપ્યો છે. સરકારે કહ્યું છે કે આ એપ કોરોના વાઇરસના સંભવિત જોખમને પહેલેથી માલૂમ કરવામાં મદદ કરે છે. આ વ્યક્તિઓ અને સમાજના સુરક્ષા કવચની જેમ છે.
નવા દિશા-નિર્દેશો મુજબ ઓફિસો અને કાર્યસ્થળોએ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એમ્પ્લોયર (કંપનીઓ)ને બધા કર્મચારીઓના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. આ પહેલાં સરકારે આ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું.
જારી કરવામાં આવેલા દિશા-નિર્દેશો મુજબ જિલ્લા વહીવટી તંત્રની પાસે એ અધિકાર હશે કે એ કોઈ પણ વ્યક્તિને એપ ડાઉનલોડ કરવા માટે પરામર્શ આપી શકે છે. એની સાથે નિયમિત રૂપે એના આરોગ્યની નિગરાની રાખી શકશે.

Related posts

કોરોના કેસોમાં વધારો થતા તમિલનાડુમાં લોકડાઉન ૩૧ માર્ચ સુધી લંબાવાયું…

Charotar Sandesh

ચિરાગ પાસવાનો હુંકાર : ભ્રષ્ટાચાર પુરવાર થશે તો નીતિશ કુમારને જેલમાં મોકલીશ

Charotar Sandesh

લાલ કિલ્લા પર હિંસા ભડકાવનારની ધરપકડ, શાહ અને ડોભાલ વચ્ચે મીટિંગ….

Charotar Sandesh