Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

લોકડાઉનમાં બબાલ : ઉમરેઠમાં ઘરની મહિલાઓ સામે જોવા બાબતે ઠપકો આપતા ધારિયાથી હુમલો…

આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં પોતાની બે મામી સામે જોનારને ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધારિયાથી તેમજ હાથમાં પહેલા કડા જેવી વસ્તુથી ઈજા કર્યાની ફરિયાદ ઉમરેઠ પોલીસ મથકમાં નોંધાઈ છે.

ઉમરેઠ પોલીસે સાજીદમીયા હનીફમીયા બેલીમ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી…

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠ નગરમાં ઓડબજાર વિસ્તારમાં રહેતા મોઈનખાન આમીરખાન પઠાણના બે મામીઓ ધાબા ઉપર કપડા સૂકવતા હતા. ત્યારે નજીકમાં જ રહેતા સાજીદમીયા હનીફમીયા બેલીમ સામે જો જો કરતા હોય આ બાબતે મોઈનખાન પઠાણે ઠપકો આપતા સાજીદમીયા હનીફમીયા બેલીમ, મુનીમર્મીયા હનીફમીયા બેલીમ તેમજ હનીફમીયા ગનીમીયા બેલીમે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ઝઘડો કરી સાજીદમીયાએ હાથમાં ધારીયુ લઈ આવી મોઈનખાનના મામા માજીદખાનને માથામાં ઈજાઓ પહોંચાડી હતી.

જ્યારે મુનીમમીયા અને હનીફભાઈએ હાથમાં પહેલા કડા જેવી વસ્તુથી તેમજ લાકડાના ડંડાથી મોઈનખાન અને વારીસભાઈને ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મોઈનખાન આમીરખાન પઠાણની ફરિયાદ લઈ ઉમરેઠ પોલીસે સાજીદમીયા હનીફમીયા બેલીમ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

આણંદ શહેરમાં વધુ પ કેસો સાથે જિલ્લામાં કુલ ૧૦ લોકો કોરોનાની ઝપેટમાં : કુલ ૨૭૦ કેસો…

Charotar Sandesh

તારાપુર હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેતી ડફેર ગેંગ ઝડપાઈ…

Charotar Sandesh

આણંદમાં આઇશર ટેમ્પો અને બાઇક વચ્ચે ટક્કર, ૩ના મોત, પંથકમાં ગમગીની પ્રસરી…

Charotar Sandesh