Charotar Sandesh
ઈન્ડિયા

‘વંદે ભારત મિશન’ હેઠળ ૩૨૬ ભારતીયોને લંડનથી દિલ્હી લવાયા…

ન્યુ દિલ્હી : લંડનમાં ફસાયેલા ૩૨૬ જેટલા ભારતીયો આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ વંદે ભારત ઇવેક્યુએશન મિશન હેઠળ એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટમાં દિલ્હીમાં સવારે ૧૨.૩૦ કલાકે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઊતર્યા હતા.

આ પહેલા રવિવારે સાંજે રિયાધથી આશરે ૧૩૯ જેટલા ભારતીયો રાષ્ટ્રીય કેરિયરની ફ્લાઈટમાં ૈંય્ઇ એરપોર્ટ પર પહોંચ્યા હતા. વંદે ભારત મિશન હેઠળ ચોથા દિવસ દરમ્યાન એર ઇન્ડિયા અને એની સબસિડિયરી એર ઇન્ડિયા એક્સપ્રેસ ભારતીય પેસેન્જરોને યુકે, બંગલાદેશ, ફિલિપિન્સ, અમેરિકા, સિંગાપોર અને ગલ્ફ દેશોમાંથી દેશનાં અનેક શહેરોમાં પરત લાવી રહી છે.

આ કોરોના વાઇરસના રોગચાળા દરમ્યાન ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે એક મિશન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ભારતીય સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે અને મોટા પ્રમાણમાં ‘વંદે ભારત મિશન’ હેઠળ એર ઇન્ડિયા અને તેની સહાયક કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સાત મેથી આ માટે ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે.

એર ઇન્ડિયા ગ્રુપ કુલ ૬૪ ફ્લાઇટ્‌સ દ્વારા ભારતીયોને લાવશે અને આ મિશન હેઠળ ૧૨ દેશોમાં ફસાયેલા ૧૪,૦૦૦ ભારતીયોને પરત લાવશે.

અમેરિકામાં ફસાયેલા ૨૨૫ ભારતીય નાગરિકો વતન પરત ફર્યા…

કેન્દ્ર સરકાર કોરોના વાયરસનાં કારણે લોકડાઉનમાં ફસાયેલા ભારતીઓને વિદેશથી પરત લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. આ મિશન અંતર્ગત અમેરિકાનાં સેન ફ્રેન્સિસ્કોથી ૨૨૫ ભારતીયોને લઇને એર ઇન્ડિયાનું પહેલું વિમાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું છે. યુ.એસ.નાં સેન ફ્રેન્સિસ્કો શહેરથી ૨૨૫ ભારતીયોને લઇને આ વિશેષ એર ઇન્ડિયા વિમાન સોમવારે વહેલી સવારે મુંબઈ પહોંચી ગયું હતું. વિદેશ પ્રધાન એસ જયશંકરે ખુદ ટિ્‌વટ કરીને આ માહિતી આપી છે.

Related posts

ભારતીય જનતા પાર્ટીના જે.પી. નડ્ડા ૧૧મા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયા…

Charotar Sandesh

ભારત એ કોઈ ધર્મશાળા નથી, આર્થિક મંદીથી ધ્યાન ભટકાવવા આ રમત રમી : રાજ ઠાકરે

Charotar Sandesh

સારાએ કરાવ્યું વોગ મેગેઝિન માટે ફોટોશૂટ, જુઓ વધુ તસવીરો

Charotar Sandesh