આણંદ : લોકલાડીલા સાંસદ મિતેષ પટેલ અને તેમના પરિવાર દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ૭૦ માં જન્મ દિવસ ની આજે વાસદ તિરૂપતિ મિલ ખાતે અંત્યોદય ના સિદ્ધાંત અનુરૂપ ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વ માં ભારત ને ગૌરવવંતુ સ્થાન અપાવનાર એવા ગુજરાત રાજ્ય ના સપૂત દેશ ના યશસ્વી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નો આજે ૭૦ મો જન્મદિન છે ત્યારે ની ઉજવણી ના ભાગ રૂપે આણંદ ના લોકલાડીલા સાંસદ મિતેષભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા ૭૦ દિવ્યાંગજનો ને ટ્રાઇસીકલ વિતરણ કરવામાં આવી હતી.
જોકે આજ ના આ કાર્યક્રમ માં સાંસદ દિલ્હી હોય ઉપસ્થિત ન રહી શકતા તેમણે વિડિઓ કોંફરન્સ મારફતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી વધુ માં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના દિવ્યાંગો ને સન્માન તેમજ તેંમનો આત્મવિશ્વાસ વધારવાના અભિગમ ને આગળ ધપાવવાના ભાગ રૂપે આજે વડાપ્રધાન ના ૭૦ માં જન્મદિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ૭૦ દિવ્યાંગો ને ટ્રાઇસિકલ વિતરણ કરી અનોખી પહેલ શરૂ કરી છે આજ ના આ કાર્યક્રમ માં ૨૫ દિવ્યાંગો ને સ્થળ પર ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે પ્રતીકાત્મક ટ્રાઇસીકલ વિતરણ કરવામાં આવી હતી બાકી ના દિવ્યંગજનો ને તેમના ઘરે ટ્રાઇસિકલ પહોંચાડવાની પણ સાંસદે વ્યવસ્થા કરી છે, ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પારિજાત ના વૃક્ષનું આરોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં આમંત્રિત મહાનુભાવો પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ,સુભાષભાઈ બારોટ, છત્રસિંહ જાદવ, રમણભાઈ સોલંકી,પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ,દીપકભાઈ (સાથી) ,પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયા ,પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલ,પૂર્વ મંત્રી શ્રી સી ડી પટેલ ,ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર,પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ,જિલ્લા પંચાયત વિપક્ષ નેતા શ્રી પ્રતાપસિંહ ગોહેલ,પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ (બબલદાસ), યોગેશભાઈ બાપજી, વિપુલભાઈ પટેલ (ડભોઉ) હંસાબા રાજ, કાંતિભાઈ ચાવડા, હરેશભાઇ શાણી (સંઘ),ઇંદ્રજીત ભાઈ (પીટીસી), વિજયભાઈ (માસ્તર), વિદ્યાનગર પાલિકા પ્રમુખ પ્રકાશભાઈ માછી ,એપીએમસી ઉમરેઠ સુજલભાઈ,પ્રકાશ ભાઈ(ઉમરેઠ) ,એપીએમસી આણંદ ભરતભાઈ (કુંજરાવ), લક્ષ્મી પરિવાર વાસદ વગેરે હતા.