રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો…
મોદીએ ચીન સામે નતઃ મસ્તક થઇ આપણી જમીન આપી દીધી,ફિંગર ૪ આપણું ક્ષેત્ર છતા સેના ફિંગર ૩ પર રહેશે…
ન્યુ દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ પર ડિસએંગેજમેન્ટને લઈને મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધી પૈંગોંગ વેલી વિસ્તારમાં અમારા સૈનિકો ફિંગર ૩ સુધી તૈનાત રહેશે, જ્યારે કે આપણો વિસ્તાર ફિંગર ૪ છે. તેમણે વડાપ્રધાન મોદીને પૂછ્યું છે કે આપણો વિસ્તાર તેમણે ચીનીઓને શા માટે સોંપ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, “ગઈકાલે સંરક્ષણ મંત્રી પૂર્વ લદ્દાખની સ્થિતિ નિવેદન આપ્યું. હવે આપણને ખ્યાલ આવે છે કે આપણા સૈનિકો ફિંગર ૩ પર તૈનાત રહેશે. ફિંગર ૪ અમારો વિસ્તાર છે. હવે ફિંગર ૪થી ફિંગર ૩ પર આવી ગયા છીએ. મિસ્ટર મોદીએ આપણો વિસ્તાર ચીનીઓને આપી દીધો?
રાહુલે કહ્યું કે, “ભારતની સરકારની નેગોશિએટિંગ પોઝિશન હતી કે એપ્રિલ ૨૦૨૦માં જે સ્થિતિ હતી, તે જ યથાવત રહે. તેને સરકાર ભૂલી ગઈ. ચીનની સામે નરેન્દ્ર મોદીએ પોતાનું માથું ઝુકાવી દીધું. માથું ટેકવી દીધું. આપણી જમીન ફિંગર ૪ સુધી છે. નરેન્દ્ર મોદીએ ફિંગર ૩થી ફિંગર ૪ની જમીન ચીનને આપી દીધી.”
વડાપ્રધાન ડરપોક છે કે જેઓ ચીનની સામે ઉભી નથી રહી શકતા. આ જ તથ્ય છે. તેઓ સેનાના બલિદાન પર થૂંકી રહ્યા છે, તેઓ આ જ કરી રહ્યા છે. તેઓ સેનાના ત્યાગનું અપમાન કરી રહ્યા છે. ભારતમાં કોઈનું આવું કરવાની પરવાનગી નથી.
રાહુલે બોર્ડરથી ડિસએંગજમેન્ટ પર સવાલ ઉઠાવીને કહ્યું કે તેનાથી ભારતને કશું નહીં મળે. તેમણે પૂછ્યું કે મજબૂત સ્થિતિમાં પહોંચ્યા પછી સેનાને પાછળ હટવા માટે શા માટે કહેવામાં આવ્યું. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે, “સખત મહેનત બાદ ભારતીય સેનાએ જે કંઈ મેળવ્યું છે, તેમને શા માટે પાછળ હટવા માટે કહેવામાં આવી રહ્યું છે? આના બદલામાં ભારતને શું મળશે? સૌથી જરુરી વાત એ છે કે દેપસાંગ પ્લેન્સમાં ચીની પાછળ કેમ નથી હટ્યા? તેઓ ગોગરા અને હોટ સ્પ્રિંગ્સથી પાછળ કેમ નથી હટ્યા? ભારતની પવિત્ર જમીન નરેન્દ્ર મોદીએ ચીનને શા માટે આપી દીધી. આ હકીકત છે.
સામાન્ય બુદ્ધીનો વ્યક્તિ આ પ્રકારનું મૂર્ખામીભર્યું નિવેદન તો ન જ આપેઃ નકવી
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે, કોઈ સામાન્ય બુદ્ધીનો વ્યક્તિ તો આ પ્રકારનું મુર્ખામીભર્યુ નિવેદન તો ના જ આપે. આ કુંદબુદ્ધી અને કુર્તિત બોલ પણ છે. તેનાથી પણ મહત્વપૂર્ણ એ છે કે, જે રીતે કુંદબુદ્ધીથી ભરેલા પપ્પૂજીના આ પ્રકારના નિવેદનથી દેશના લોકોમાં કોંગ્રેસની આબરૂ ધૂળધાણી કરી રહ્યાં છે. નકવીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસના મિત્રોને હું વણમાંગી સલાહ આપવા માંગુ છું કે, તેઓ પપ્પૂજીનો કોચ બદલી નાખે અને કોચિંગ પણ બદલી નાખી. અન્યથા દર બીજા દિવસે પપ્પૂજી નો બોલ કરતા રહેશે અને રનઆઉટ થતા રહેશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, આ કુંદબુદ્ધી વ્યક્તિ દેશને બદનામ કરવાના ષડયંત્રની સોપારી આપ્યાની માફક કામ કરી રહ્યા છે.
પોતાના દાદાને જઈને સવાલ કરે રાહુલઃ રેડ્ડી
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું હતું કે, લોકો બધુ જ જાણે છે. રાહુલ ગાંધીએ પોતાના દાદાજી (જવાહરલાલ નેહરૂ)ને પુછવુ જોઈએ કે જેમણે ભારતની જમીન ચીનને આપી દીધી. કોણ દેશભક્ત છે અને કોણ નથીપ લોકો બધુ જ જાણે છે.